Railway Recruitment 2023 Apply Online:  રેલવે માટે નોકરીની શોધ કરી રહેલા યુવાઓ માટે મોટી તક છે. જે પણ યુવાઓ 10મું, 12મું પાસ કે ગ્રેજ્યુએટ હોય તેઓ આ પદો પર સરળતાથી નોકરી મેળવી શકે છે. આ માટે ભારતીય રેલવે દ્વારા રેલવે ભરતી સેલ (RRC) પશ્ચિમ મધ્ય રેલવેમાં સ્કાઉટ્સ અને ગાઈડ કોટા હેઠળ ગ્રુપ સી અને ડીના પદો માટે ભરતી થઈ રહી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર એટલે કે આજે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે લોકો હજુ પણ આ પદો માટે અરજી કરી શક્યા નથી તેઓ ભારતીય રેલવેની અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ઉપરાંત આ પદો પર અરજી કરતા પહેલા અપાયેલી તમામ વાતો ધ્યાનથી વાંચી લેજો...


રેલવેમાં આ જગ્યાઓ માટે થઈ રહી છે ભરતી
ગ્રુપ સી (લેવલ-2)- 2 જગ્યા
પૂર્વવર્તી ગ્રુપ ડી (લેવલ-1) 6 જગ્યા


ફોર્મ ભરવા માટે આ છે યોગ્યતા

ગ્રુપ સી(સ્તર-2): ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી 50 ટકા અંકો સાથે ધોરણ 12 પાસ હોવા સાથે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. જો સાથે વ્યક્તિને ક્લાર્ક-સહ-ટાઈપિસ્ટ શ્રેણીમાં નિયુક્તિ કરવામાં આવે તો તેમની પાસે પ્રતિ મિનિટ 30 શબ્દોની ટાઈપિંગ પ્રોફિશિએન્સી પણ હોવી જોઈએ. 


પૂર્વવર્તી ગ્રુપ ડી (સ્તર 2)- ધોરણ 10 પાસ કે ITI કે સમકક્ષ કે પછી એનસીવીટી દ્વારા પ્રદત્ત નેશનલ અપરેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC) હોવું જોઈએ. 


આ સાથે જ ઉમેદવાર નીચે અપાયેલા અધિકૃત નોટિફિકેશન અને ગાઈડ યોગ્યતાઓ અંગે નીચે વિસ્તારથી વાંચી શકે છે. 


સિલેક્શન થવા પર મળશે આ પગાર
ગ્રુપ સી (લેવલ-2)- લેવર 2 (7મું સીપીસી) (પે મેટ્રિક્સ રૂપિયા 19900-63200)
પૂર્વવર્તી ગ્રુપ ડી (લેવલ-1)- લેવલ 1 (7મું સીપીસી) (પગાર મેટ્રિક્સ રૂપિયા 18000-56900)


નોટિફિકેશન અને અરજી માટે નીચેની લિંક પર ક્લિક કરો....


Railway Recruitment 2023 નોટિફિકેશન


Railway Recruitment 2023 અરજી લિંક