રેલવેમાં ધોરણ 10 પાસ માટે 5000થી વધુ જગ્યા પર ભરતી, પરીક્ષા વગર થશે પસંદગી, જાણો વિગત
જો તમે રેલવેમાં નોકરી કરવા માંગો છો અને 10મું ધોરણ પાસ કર્યું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રેલવેમાં 5066 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
Railway Recruitment 2024: રેલવે ભરતીની તૈયારી કરી રહેલા યુવા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC),વેસ્ટર્ન રેલવે (WR)એ 10 પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસ પદ પર 5000 જગ્યા બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર આરઆરસી વેસ્ટર્ન રેલવેની સત્તાવાર વેબસાઇટ rrc-wr.com પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
આરઆરસી વેસ્ટર્ન રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024ની ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા નીચે આપવામાં આવેલી માહિતી ધ્યાનથી વાંચે. આ ભરતી અભિયાનના માધ્યમથી એપ્રેન્ટિસ પદો પર કુલ 5066 જગ્યા ભરવામાં આવશે.
ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક કે 10 પાસ ઉમેદવાર જેણે 10+2 એજ્યુકેશન સિસ્ટમથી પરીક્ષા પાસ કરી હોય તે અરજી કરી શકે છે. મહત્વનું છે કે ધોરણ 10માં ઓછામાં ઓછા 50 ટકા એગ્રીગ્રેટ માર્ક્સ હોવા જોઈએ. તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ સુધી હોવી જોઈએ. નોટિફિકેશનની તારીખ સુધી એસએસસી/એસસીવીટીથી આઈટીઆઈ પરિણામની રાહ જોઈ રહેલા લોકો અરજી કરવા પાત્ર નથી. એનસીવીટી/એસસીવીટીથી આઈટીઆઈ પ્રમાણપત્ર ફરજીયાત છે. વધુ જાણકારી માટે નોટિફિકેશન ચેક કરો.
પસંદગી પ્રક્રિયા
યોગ્ય ઉમેદવારની પસંદગી એક મેરિટ યાદીના આધાર પર કરવામાં આવશે, જેમાં મેટ્રિકુલેશન (ઓછામાં ઓછા 50 ટકા કુલ) અને આઈટીઆઈ પરીક્ષાના માર્ક્સની ટકાવારી સામેલ થશે. જેમાં દરેકને સમાન મહત્વ આપવામાં આવશે. અંતિમ પસંદગી માટે મૂળ દસ્તાવેજો અને મેડિકલ ફિટનેસ પ્રમાણપત્રની ખાતરી કરવાની જરૂર હશે.
આરઆરસી પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 નોટિફિકેશન
અરજી ફી
અરજી માટે રૂ. 100 ની નોન-રીફંડેબલ ફી લાગુ પડે છે. જો કે, SC/ST/PWD/મહિલા ઉમેદવારોને ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોર્ટલ પર આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે.