Note Press Jobs: ચલણી નોટો છાપનારા પ્રેસમાં આ જગ્યાઓ માટે નીકળી ભરતી, વિગતો ખાસ જાણો
ભારતમાં કરન્સી નોટોનું છાપકામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નું છે. આ માટે સૌથી મશહૂર નાસિકની કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ છે. હવે આ નાસિક પ્રેસમાં નોકરી નીકળી છે.
ભારતમાં કરન્સી નોટોનું છાપકામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નું છે. આ માટે સૌથી મશહૂર નાસિકની કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ છે. હવે આ નાસિક પ્રેસમાં નોકરી નીકળી છે. કુલ 117 પદો માટે નીકળેલી આ ભરતી માટે ટેક્નિકલ જાણકારી અને યોગ્યતા જરૂરી છે. ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે. આ પદો પર ભરતી માટે ઓનલાઈન પરીક્ષા થશે અને ત્યારબાદ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. મોટાભાગના પદો માટે આઈટીઆઈ કે તેને સમકક્ષ ડિગ્રી હોવી જરૂરી છે.
ભરતી સંલગ્ન તમામ નિયમો પ્રેસની અધિકૃત વેબસાઈટ cnpnashik.spmsil.com પર અપાયેલી છે. આ વેબસાઈટના 'કરિયર' સેક્શનમાં જઈને તમે પૂરું નોટિફિકેશન વાંચી શકશો. જગ્યા મુજબ યોગ્યા વિશે માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો.
ક્યાં સુધીમાં ભરી શકો છો ફોર્મ?
જૂનિયર ટેક્નિશિયનના પદો માટે નીકળેલી ભરતી માટે અરજીની છેલ્લી તારીખ 18 નવેમ્બર સુધી છે. ટેક્નિકલ પદો માટે માન્યતા પ્રાપ્ત સંસ્થાનોથી ફિટર, ઈલેક્ટ્રોનિક્સ કે ઈલેક્ટ્રિકલ જેવા ટ્રેડમાં આઈટીઆઈની ડિગ્રી જરૂરી છે. સૌથી વધુ 92 જગ્યા જૂનિયર ટેક્નિશિયન (પ્રિન્ટિંગ/કંટ્રોલ) ના ખાલી છે. આ માટે આઈટીઆઈની ડિગ્રી કે પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં ફૂલ ટાઈમ ડિપ્લોમા હોવો જોઈએ. સમય મર્યાદા 18થી 25 વર્ષ છે.
આ ઉપરાંત ટેક્નિકલ ઓપરેશન પ્રિન્ટિંગ સુપરવાઈઝરના 1, રાજભાષા સુપરવાઈઝરના 1, ગ્રાફિક ડિઝાઈન આર્ટિસ્ટના 1 અને સેક્રેટરિયલ આસિસ્ટન્ટના પદ માટે પણ એક વેકેન્સી નીકળી છે. સેક્રેટરિયલ આસિસ્ટન્ટના પદ માટે હિન્દી અને અંગ્રેજી ટાઈપિંગ પણ સારું હોવું જોઈએ.