Recruitment: સરકારી નોકરી મેળવવાની આશા થશે પુરી! BRO માં કુલ 354 જગ્યાઓ માટે કરાશે ભરતી
કોરોના કાળમાં વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. નોકરિયાત વર્ગની સ્થિતિ પણ કફોડી થઈ છે. જ્યારે નોકરી વાંચ્છુકોની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એવામાં હવે પડતા પર પાટુ સમાન ઓમિક્રોનની અસર સમગ્ર દેશમાં થઈ રહી છે.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. નોકરિયાત વર્ગની સ્થિતિ પણ કફોડી થઈ છે. જ્યારે નોકરી વાંચ્છુકોની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એવામાં હવે પડતા પર પાટુ સમાન ઓમિક્રોનની અસર સમગ્ર દેશમાં થઈ રહી છે. અને આવા સમયમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન વિભાગમાં કુલ 354 પદ માટે ભરતી કરવામાં આવી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન માં માત્ર પુરુષો માટે મલ્ટી સ્કીલ્ડ વર્કર, વ્હીકલ મિકેનિક અને ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (OG) ની જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.
આ રીતે કરી શકાશે અરજી-
આ તમામ પદ માટે ઉમેદવાર ને @bro.gov.in પરથી ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારે 45 દિવસની અંદર પદ માટે અરજી કરવાની રહેશે.
વય મર્યાદા-
મલ્ટી સ્કીલ્ડ વર્કરના પદ માટે ઉમેદવાર ની વય 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે વ્હીકલ મિકેનિક અને ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટના પદ માટે 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય અંગે ની છૂટછાટ તે સાઇટ પરથી વધુ માહિતી મળી જશે.
લાયકાત-
આ તમામ પદ માટે ઉમેદવાર ધોરણ 10ની સાથે સંબંધિત ટ્રેડમાં ITI પાસ હોવો જોઈએ.
અરજી ફી-
જનરલ કેટેગરીના ઉમેદવારોને 50 રૂપિયા જ્યારે OBC કેટેગરીના ઉમેદવારોને એ 50 રૂપિયા ભરવાના રહેશે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને કોઈ ફી ભરવાની નથી. ઉમેદવારે ઓનલાઇન ફી ભરવાની રહેશે.
(નોંધ- આ તમામ પદ માટે વધુ માહિતી ઉમેદવારને @bro.gov.in પરથી મળી જશે.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube