એરફોર્સના ગ્રુપ C માં કુલ 174 પદ માટે ભરતી, આ રીતે કરી શકાશે અરજી
વાયુસેનાએ વિવિધ પોસ્ટની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. જે પણ ઉમેદવાર ભરતી માં રસ ધરાવતા હોય તો અરજી કરી શકશે.
નવી દિલ્હી: કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.
આ રીતે કરી શકાશે અરજી
આ પદ માટે અરજી કરવા માટે તારીખ 27-09-2021 થી તારીખ 28-10-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે. ઉમેદવાર https://indianairforce.nic.in/ પરથી અરજી કરી શકશે.
લાયકાત
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ , હાઉસ કીપિંગ સ્ટાફ , લોઅર ડિવિઝન કારકુન સહિતના તમામ પદ માટે અલગ-અલગ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા
આ પદ માટે જોડાવવા માટે ઉમેદવારોની વય 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તથા કેટેગરીના અનુસાર વયમાં છૂટ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube