નવી દિલ્હીઃ સ્ટાફ સિલેકશન કમિશને ગ્રુપ B અને C માં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા 2021 ની જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. જે ઉમેદવારો પોસ્ટની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તેઓ સૂચના વાંચી શકે છે અને ઑનલાઇન અરજી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસના કારણે દેશભરમાં રાત્રિ કર્ફ્યૂ અને લોકડાઉન જેવા લાગુ કરવામાં આવ્યું છે. સ્ટાફ સિલેક્શન કમિશન સતત મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા કરે છે.. કોરોનાના કપરા સમયમાં જ્યારે નોકરીઓની સતત અછત થતી હોય છે તેવા સમયમાં ભરતી કરવામાં આવી રહી છે. સ્ટાફ સિલેક્શનમાં ઓછી લાયકાત ધરાવતા હોય તેવા યુવાનો પણ અરજી કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારા સમાચાર કહી શકાય છે.


આ રીતે કરી શકાશે અરજી-
આસિસ્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર,  ઇન્સ્પેક્ટર સહિત કુલ 36 પદ માટે ભરતી કરવામાં આવી છે.  આ તમામ પદો માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23-01-2022 સુધી કરી શકશે અરજી. જ્યારે  CBT ટાયર 1 પરીક્ષા એપ્રિલ 2022માં અને
CBT ટાયર 2 પરીક્ષા અંગેની જાહેરાત પણ સાઈટ પર ટૂંક સમયમાં કરવામાં આવશે. આ તમામ પદ માટે ઉમેદવાર ssc.nic.in પરથી કરી શકશે અરજી.


ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા-
આ તમામ પદ માટે ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.


લાયકાત-
આ તમામ પદ માટે અરજી કરવા ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.  


વય મર્યાદા-
આ તમામ પદ માટે ઉમેદવાર ની વય 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તથા તમામ પદના અનુસાર લાયકાત અંગેની વધુ માહિતી સાઈટ પરથી મળી જશે.


પરીક્ષા ફી-
જનરલ કેટેગરીના ઉમેદવારો ને 100 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે SC,ST મહિલા/ભૂતપૂર્વ સૈનિકોને કોઈ ફી ભરવાની રહેશે નહીં.