નવી દિલ્હીઃ RRB RPF Recruitment 2024: રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) એ રવિવારે રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (આરપીએસએફ) માં સબ ઇન્સ્પેક્ટર (SI)અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. અરજી પ્રક્રિયા જલ્દી શરૂ થવાની છે. ઈચ્છુક ઉમેદવાર ભરતી શરૂ થવા પર સત્તાવાર વેબસાઇડ Indianrailways.gov.in પર જઈને અરજી કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજી કરવાની તારીખ
સબ-ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ માટે આરપીએફ ભરતી 2024 માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલ, 2024થી શરૂ થશે. ઉમેદવાર 14 મે, 2024 સુધી અરજી કરી શકશે.


ખાલી જગ્યા અને પગાર
આ ભરતી અભિયાન હેઠળ કુલ 4660 પદ ભરવામાં આવશે. તેમાં 4208 ભરતી કોન્સ્ટેબલ પદ માટે છે, જ્યારે 453 જગ્યા એસઆઈ પદ માટે છે. પસંદ થયેલા ઉમેદવારોને નીચે પ્રમાણે પગાર મળશે.
સબ-ઇન્સ્પેક્ટર - રૂ. 35,400
કોન્સ્ટેબલ - રૂ. 21,700


આ પણ વાંચોઃ શિક્ષક બનવું હોય તો કોલેજમાં સમય બગાડવા કરતા 12મા પછી કરો આ કોર્સ


આરઆરબી આરપીએફ ભરતી 2024: શૈક્ષણિક યોગ્યતા
સબ-ઈન્સ્પેક્ટર પદઃ ઉમેદવારની પાસે ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.


કોન્સ્ટેબલ પદઃ ઉમેદવાર ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 10 પાસ હોવો જરૂરી છે.


આરપીએફ ભરતી 2024: ઉંમર મર્યાદા
સબ ઈન્સ્પેક્ટર પદઃ સબ ઈન્સ્પેક્ટર માટે ઉંમર મર્યાદા 20થી 28 વર્ષ વચ્ચે છે.
કોન્સ્ટેબલ પદઃ કોન્સ્ટેબલ માટે ઉંમર મર્યાદા 18થી 28 વર્ષ છે.


અરજી ફી
એસસી, એસટી, પૂર્વ સૈનિક, મહિલા, અલ્પસંખ્યક કે આર્થિક રીતે પછાત (ઈબીસી) સંબંધિત ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા છે. સીબીટીમાં હાજર થવા પર લાગૂ બેન્ક ચાર્જ બાદ કર્યા બાદ ફી પરત કરી દેવામાં આવશે. બાકી બધા ઉમેદવારો માટે 500 રૂપિયા ફીમાંથી, 400 રૂપિયાની રકમ સીબીટીમાં હાજર રહ્યાં બાદ બેન્ક ચાર્જ કાપી પરત કરી દેવામાં આવશે.