NABFID Recruitment 2023 Notification: જો તમે સરકારી નોકરીની શોધમાં ભટકી રહ્યા હોવ તો તમારા માટે આ સારી તક છે. નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NABFID)એ પોતાની અધિકૃત વેબસાઈટ nabfid.org પર સીનિયર એનાલિસ્ટ ગ્રેડના પદો માટે ભરતી કાઢી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 15 ડિસેમ્બર 2023 સુધી કે તે પહેલા આ પદો માટે ઓનલાઈન અધિકૃત વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન ઓપરેશન, રોકાણ અને ટ્રેઝરી, પ્રશાસન, ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને સંચાલન, રિસ્ક મેનેજમેન્ટ, લીગલ, આંતરિક ઓડી અને અન્ય સહિત વિવિધ વિષયોમાં કુલ 32 સીનિયર એનાલિસ્ટ ગ્રેડના પદો ભરવાના છે. જે પણ ઉમેદવાર આ પદો પર નોકરી મેળવવા માટે અરજી કરવા માંગતા હોય તેઓ અહીં યોગ્યતા, ઉંમર મર્યાદા, અરજી અને પસંદગી પ્રક્રિયા, સેલરી તથા અન્ય વિગતો જાણી લો. 


NABFID માં ભરતી માટેની જગ્યાઓની વિગતો
સીનિયર એનાલિસ્ટ ગ્રેડ
લોન ઓપરેશન- 18 પદ
રોકાણ અને ટ્રેઝરી- 02 પદ
પ્રશાસન- 02 પદ
ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને સંચાલન- 01 પદ
રિસ્ક મેનેજમેન્ટ- 03 પદ
લીગલ-01 પદ
ઈન્ટર્નલ ઓડિટ- 01 પદ
સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ એન્ડ પાર્ટનરશિપ-02 પદ
ઈન્ફોર્મેશન સિક્યુરિટી એન્ડ આઈ ઓડિટ- 02 પદ


અરજી કરવા માટે યોગ્યતા
લેન્ડિંગ ઓપેરશન- ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થાથી ફાઈનાન્સમાં સ્પેશિયલાઈઝેશન સાથે મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ ડિપ્લોમા/ એમબીએ (નાણા/બેંકિંગ અને નાણા)/ આઈસીડબલ્યુએ/સીએફએ/સીએમએ/સીએ ની ડિગ્રી હોવી જરૂરી છે. 


રોકાણ અને ટ્રેઝરી- કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થાથી (નાણા/વિદેશી મુદ્રા)/ એમબીએ (નાણા/બેંકિંગ અને નાણા) / આઈસીડબલ્યુએ/ સીએ/ સ્પેશિયલાઈઝેશન સાથે મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી/ ડિપ્લોમા હોવું જરૂરી છે. 


નોટિફિકેશન માટે અને અરજી માટે લિંક


NABFID Recruitment 2023 Notification

NABFID Recruitment 2023 અરજી કરવા માટે લિંક


આ રીતે કરો અરજી
NABFIDની અધિકૃત વેબસાઈટ nabfid.org/careers પર જાઓ. 
'નવા રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો' ટેબ ની પસંદગી કરો અને નામ, સંપર્ક વિગતો અને ઈમેઈલ-આઈડી તથા અન્ય વિગતો લખો. 
હવે સિસ્ટમ દ્વારા એક રજિસ્ટ્રેશન સંખ્યા અને પાસવર્ડ જનરેટ કરવામાં આવશે અને સ્ક્રીન પર દેખાશે. 
ત્યારબાદ અરજીફોર્મ જમા કરો. 
હવે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. 
ભવિષ્યમાં સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લઈને  રાખો