GSECL Recruitment 2023: ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં આવી ભરતી, જાણો દરેક વિગત
GSECL Jobs 2023: ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં વિદ્યુત સહાયક પદો પર ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જાણો ભરતી પ્રક્રિયા વિશે દરેક માહિતી.....
અમદાવાદઃ GSECL Recruitment 2023: ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) એ વિદ્યુત સહાયક પદો માટે ઉમેદવારો પાસે અરજી મંગાવી છે. આ ભરતી અભિયાનના માધ્યમથી જૂનિયર આસિસ્ટન્ટ અને જૂનિયર એન્જિનિયરના પદો પર ભરતી કરવામાં આવશે. અરજી કરવાની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ gsecl.in પર ઓનલાઇન શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી, 2023 છે.
જાણો શૈક્ષણિક યોગ્યતા
જૂનિયર આસિસ્ટન્ટ માટે- ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 55 ટકા સાથે BA, B.Com, BCA અને BBA ની રેગ્યુલર મોડમાં ફુલટાઇમ ડિગ્રી લીધી હોય. આ સાથે કમ્પ્યૂટર ઓપરેશનની જાણકારી તથા ઈંગ્લિશ, ગુજરાતી ભાષા પર પકડ હોવી જોઈએ.
જૂનિયર એન્જિનિયર માટે- એટીકેટી વગર 7માં અને 8માં સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી રેગ્યુલર મોડમાં ફુલટાઇમ B.E/B.tech (એનવાયરમેન્ટ) ની ડિગ્રી લીધી હોય. આ સાથે કમ્પ્યૂટર ઓપરેશનની જાણકારી તથા ઈંગ્લિશ, ગુજરાતી ભાષા પર પકડ હોવી જોઈએ.
આ પણ વાંચોઃ બજેટ પહેલાં મોદી સરકારે આપી મોટી ભેટ, આજથી જ આ લોકોએ નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ
જાણો પગાર વિશે
જૂનિયર આસિસ્ટન્ટ માટે
ટ્રેનિંગના પ્રથમ વર્ષે- 17500 રૂપિયા
ટ્રેનિંગના બીજા વર્ષે- 19000 રૂપિયા
ટ્રેનિંગના ત્રીજા વર્ષે- 20500 રૂપિયા
ટ્રેનિંગ બાદ- 25000થી 55800 રૂપિયા સુધી
જૂનિયર એન્જિનિયર માટે
પ્રથમ વર્ષ- 37,000 રૂપિયા
બીજા વર્ષે- 39,000 રૂપિયા
આ રીતે થશે ઉમેદવારની પસંદગી
ઉમેદવારોની પસંદગી ઓનલાઇન પરીક્ષમાં તેના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. પરીક્ષામાં જનરલ નોલેજ, ઈંગ્લિશ લેંગ્વેજ, મેથ્સ અને જનરલ સાયન્સ, એનાલિટિક એન્ડ લોજિકલ રીઝનિંગ, કમ્પ્યૂટર નોલેજ અને ગુજરાતી ભાષા પર 100 માર્ક્સના 100 પ્રશ્નો હશે. જો ઉમેદવાર ખોટા જવાબ આપે તો 0.25 માર્ક્સ કાપી લેવામાં આવશે.
આ પણ વાંચો- BSNL Recruitment 2023 : જલદી કરજો 11705 પદ માટે પડી છે જાહેરાત, પગાર પણ દમદાર
જાણો- અરજીની ફી
જનરલ SEBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા છે. એસટી, એસસી અને PWD ઉમેદવારો માટે ફી 250 રૂપિયા છે. ફીની ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે.
GSECL Vidyut Sahayak Recruitment 2023: આ સ્ટેપ્સને ફોલો કરી ફોર્મ ભરી
સ્ટેપ 1- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ www.gsecl.in પર જવું પડશે.
સ્ટેપ 2- હવે હોમ પેજ પર જઈને ઓનલાઇન એપ્લિકેશન લિંક પર ક્લિક કરવું.
સ્ટેપ 3- હવે ફોર્મમાં માંગવામાં આવેલી વિગત ભરો.
સ્ટેપ 4- જરૂરી ડોક્યૂમેન્ટ્સ અપલોડ કરો અને ફીની ચુકવણી કરો.
સ્ટેપ 5- ફોર્મને સબમિટ કરો.
સ્ટેપ 6- તમે ઈચ્છો તો ફોર્મની પ્રિન્ટ કાઢી શકો છો.
આ પણ વાંચોઃ તમારી પાસે આ ડિગ્રી છે તો ભૂલ્યા વિના કરો અરજી, 112400 રૂપિયા મળશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube