Sarkari Naukri Job: પરીક્ષા વગર ભારત સરકારમાં નોકરીની શાનદાર તક, આ યોગ્યતા જરૂરી, માસિક પગાર 60000 રૂપિયા
ITPO Recruitment 2023 Apply Online: ભારત સરકારમાં નોકરી મેળવવાની ઉત્તમ તક છે. આ માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ભારત ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) હેઠળ યંગ પ્રોફેશનલના પદો માટે વેકેન્સી કાઢી છે.
ITPO Recruitment 2023 Apply Online: ભારત સરકારમાં નોકરી મેળવવાની ઉત્તમ તક છે. આ માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ભારત ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) હેઠળ યંગ પ્રોફેશનલના પદો માટે વેકેન્સી કાઢી છે. ITPO એ આ માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જે પણ આ પદો સાથે સંબંધિત યોગ્યતા ધરાવતા હોય તેઓ અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 19 નવેમ્બર 2023 સુધી કે તે પહેલા આ પદો માટે અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 20 પદો પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર જે પણ આ પદો માટે નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા હોય તેઓ નીચે જણાવેલી વિગતો ખાસ ધ્યાનમાં લેજો.
ITPO માં થનારી ભરતી
પદનું નામ- યંગ પ્રોફેશનલ
યંગ પ્રોફેશનલ- 20 પદ
અરજી કરવા માટે જરૂરી યોગ્યતા
ઉમેદવારો પાસે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાન/ યુનિવર્સિટીથી ન્યૂનતમ 70 ટકા અંક સાથે બી.ઈ/બીટેક (સિવિલ/ઈલેક્ટ્રિકલ/મેકેનિકલ/ઈલેક્ટ્રોનિક્સ/આઈટી/કોમ્પ્યુટર સાયન્સ) કે સમકક્ષ યોગ્યતા હોવી જરૂરી છે.
કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાન/ યુનિવર્સિટીથી ન્યૂનતમ 60 ટકા અંક સાથે કે સમકક્ષ ગ્રેડ સાથે મેનેજમેન્ટમાં બે વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા/ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ/એમબીએ કે બે વર્ષ યોગ્યતા બાદ સરકારી/ રાજ્ય સરકાર/ સીપીએસઈ/ સ્વાયત્ત એકમ/ યુનિવર્સિટી/ અનુસંધાન સંસ્થાનમાં કાર્ય કરવાનો અનુભવ હોવો જોઈએ.
ITPO ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા (અરજીની અંતિમ તારીખ મુજબ)
જે પણ લોકો ITPO ભરતી 2023 હેઠળ અરજી કરી રહ્યા હોય તેમની ઉંમર અરજી કરવાની અંતિમ તારીખ મુજબ 32 વર્ષ સુધીની હોવી જોઈએ.
પગાર
જે ઉમેદવારની પસંદગ ITPO ભરતી 2023 હેઠળ થાય તેમને પગાર તરીકે 60,000 રૂપિયા આપવામાં આવશે.
નોટિફિકેશન અને અરજી કરવા માટે લિંક....
ITPO Recruitment 2023 નોટિફિકેશન
ITPO Recruitment 2023 અરજી કરવા માટે લિંક
આ રીતે કરો અરજી
તમે આ પદો માટે નોટિફિકેશનમાં જણાવવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરી શકો છો. તમારે જરૂરી એટેચમેન્ટ્સ સાથે વિધિવત રીતે ભરેલા અરજી ફોર્મની PDF ફાઈલ 'ITPO માં યંગ પ્રોફેશનલ માટે અરજી' વિષય હેઠળ ઈમેઈલ દ્વારા nsrwatt@itpo.gov.in પર 19 નવેમ્બર 2023 સુધીમાં જમા કરાવવાના રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube