NFL Recruitment 2023 Apply Online: જો તમે ગ્રેજ્યુએટ હોવ અને નોકરીની શોધમાં હોવ તો તમારા માટે ઉત્તમ તક છે. નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ (NFL) એ તેના માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જે હેઠળ NFL માં નોન એક્ઝીક્યુટિવ (વર્કર) અને એકાઉન્ટ આસિસ્ટન્ટના પદો પર બહાલી કરવામાં આવશે. ઉમેદવાર જે પણ આ પદો માટે અરજી કરવા માંગતા હોય તેઓ NFL ની અધિકૃત વેબસાઈટ nationalfertilizers.com પર જઈને અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યાઓ માટે ઉમેદવારો 1 ડિસેમ્બર 2023 સુધી કે પછી તે પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. NFL ભરતી 2023 હેઠળ કુલ 15 પદો પર  ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઈચ્છતા ઉમેદવારો નીચેની વાતો ધ્યાનથી વાંચી લે. 


જગ્યાની વિગતો...
NFL ની વિવિધ શાખાઓ/ઓફિસો માટે નોન એક્ઝીક્યુટિવ (વર્કર) લેવલ સહિત એકાઉન્ટ આસિસ્ટન્ટના કુલ 15 પદો માટે બહાલી કરવામાં આવશે. 


ફોર્મ ભરવા માટે જરૂરી યોગ્યતા
ઉમેદવારો કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કુલ 50 ટકા અંક સાથે બી કોમ પાસ હોવા જોઈએ. આ સાથે જ ઉમેદવાર અરજી કરતા પહેલા નીચે અપાયેલા નોટિફિકેશનને ધ્યાનથી વાંચે.


અરજી કરવા માટે જરૂરી ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગતા હોય તેમની ન્યૂનતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. 


અરજી ફી
સામાન્ય, ઓબીસી અને ઈડબલ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 200 રૂપિયા પ્લસ  બેંક ફી ભરવી પડશે. અરજી ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. 


પસંદગી થતા મળશે આ પગાર
ઉમેદવારની પસંદગી NFL ના આ પદો માટે થાય તો તેમને પગાર તરીકે 23000 રૂપિયાથી લઈને 56500 રૂપિયા સુધી મળી શકશે. 


નોટિફિકેશન અને અરજી લિંક નીચે આપેલી છે. 


NFL Recruitment 2023 નોટિફિકેશન


NFL Recruitment 2023 અરજી કરવા માટે ડાઈરેક્ટ લિંક


અહીંથી કરો અરજી
NFL ની અધિકૃત વેબસાઈટ nationalfertilizers.com પર જાઓ. 
અધિકૃત વેબસાઈટ પર ક્રેડેન્શિયલ સાથે ભરતી પોર્ટલ પર લોગ ઈન કરો. 
લિંક પર ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને જરૂરી ડોક્યુમેન્ટ્સ/ સર્ટિફિકેટ્સ અપલોડ કરો. 
જરૂરી જાણકારી ભરીને અરજી જમા કરવાની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરો અને તેનું પ્રિન્ટઆઉટ લઈ લો.