Sarkari Naukri: જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની તક છે. ભારત સરકારની નવરત્ન કંપનીઓમાંથી એક એવી NLC ઈન્ડિયા લિમિટેડમાં ગ્રેજ્યુએટ એક્ઝીક્યુટિવ ટ્રેઈનીની ભરતી નીકળી છે. જેના માધ્યમથી મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિવિલ, માઈનિંગ અને કોમ્પ્યુટર ડિસિપ્લિનના પદ ભરવામાં આવશે. કુલ 295 વેકેન્સી નીકળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 નવેમ્બરથી ચાલુ છે. જ્યારે 21 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તક છે. ફી જમા કરવાની અંતિમ તારીખ પણ 21 ડિસેમ્બર છે. ઉમેદવારોએ અરજી કરવા માટે NLC  ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ nlcindia.in પર જવું પડશે. 


યોગ્યતા
અરજી કરવા માટે ઉમેદવારો પાસે યોગ્યતા તરીકે સંબંધિત બ્રાન્ચમાં ફૂલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત તેમની પાસે ગેટ 2023 પરીક્ષાનો વેલિડ સ્કોરકાર્ડ હોવો જોઈએ. આ ઉપરાંત ઉંમરમર્યાદા 30 વર્ષ છે. ઓબીસી માટે તે 33 અને એસસી એસટી કેટેગરી માટે 35 વર્ષ ઉંમરમર્યાદા છે. 


પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોનું સિલેક્શન તેમના ગેટ 2023ના સ્કોરકાર્ડના આધારે કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ફાઈનલ સિલેક્શનમાં ગેટ સ્કોરને 80 ટકા અને પર્સનાલિટી ટેસ્ટને 20 ટકાનું વેઈટેજ આપવામાં આવશે. 


પગાર
સિલેક્ટેડ કેન્ડિડેટ્સને શરૂઆતના 1 વર્ષમાં ટ્રેઈનિંગ પીરિયડ પર રાખવામાં આવશે. જે દરમિયાન તેમને 50000 નો બેઝિક પે આપવામાં આવશે. ટ્રેઈનિંગ બાદ તેમને ઈ-3 ગ્રેડ હેઠળ 60,000 થી 1,80,000 નો પે સ્કેલ આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube