SBI Clerk ભરતીઃ સ્ટેટ બેન્કમાં નોકરીની ઉત્તમ તક, આ રીતે કરો અરજી
એસબીઆઈ ક્લાર્કના પદ પર દેશભરમાં કુલ 8000 જેટલી ભરતી કરવાનું છે. ગુજરાત સર્કલમાં કુલ 550 જગ્યાઓ છે.
નવી દિલ્હીઃ SBI Clerk Recruitment 2020: એસબીઆઈ ક્લાર્કની 7870 પોસ્ટ પર ભરતી બહાર પડી છે. ભારતીય સ્ટેટ બેન્ક જૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ તથા સેલ્સ) પદ પર ભરતી માટે એસબીઆઈએ ક્લાર્ક નોટિફિકેશન 2020 જારી કરી દીધું છે. તેને તમે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in પર જોઈ શકો છો. જો તમે ગ્રેજ્યુએટ છો તો તમે અરજી કરી શકો છો. અરજીની પ્રક્રિયા 3 જાન્યુઆરી, એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 26 જાન્યુઆરી છે. પ્રી એક્ઝામ ફેબ્રુઆરી/માર્ચ 2020માં લેવાશે જ્યારે મેઇન 19 એપ્રિલ 2020ના લેવાશે.
એસબીઆઈએ દેશભરના તમામ રાજ્યોમાં આશરે 8000 ભરતી કાઢી છે. સથી વધુ ભરતી ઉત્તર પ્રદેશમાં 865 છે. તો આંધ્રમાં 510, છત્તીસગઢમાં 190, દિલ્હીમાં 143, બિહારમાં 230 અને ઝારખંડમાં 45 છે. તો ગુજરાત સર્કલ માટે 550 જગ્યાઓ છે.
ઉંમર મર્યાદાઃ આ અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 20 અને વધુમાં વધુ ઉંમર 28 વર્ષ છે. ઉમેદવારનો જન્મ 02.01.1992થી પહેલા અને 01.01.2000 બાદ ન થયો હોય. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળશે. તો ઓબીસીમાં આવતા લોકોને 3 વર્ષની છૂટછાટ મળશે.
ગણતંત્ર દિવસની પરેડ માટે 22 ઝાંખીઓની પસંદગી, મહારાષ્ટ્ર, બંગાળ બહાર, ગુજરાતને મળી તક
ઉમેદવારોની પસંદગી પ્રી અને મેઇન એક્ઝામ બાદ પ્રાદેશિક ભાષાની ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. પ્રીલિમ્સ પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર મેઇન પરીક્ષા આપી શકશે. એસબીઆઈના નોટિફિકેશનમાં ક્લાર્કની પ્રીલિમ્સ પરીક્ષાની સંભવિત તારીખ ફેબ્રુઆરી/માર્ચ દર્શાવવામાં આવી છે. જ્યારે મેઇન્સ પરીક્ષા 19 માર્ચ 2020ના દિવસે લેવાશે. ઉમેદવારને શરૂઆતમાં 13075 રૂપિયા બેઝિક સેલેરી મળશે. વધુ માહિતી માટે તમે એસબીઆઈની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube