SBI PO Recruitment 2023 Notification: ભારતીય સ્ટેટ  બેંક (SBI) ની નોકરી એ તમામ સેન્ટ્રલાઈઝ્ડ બેંકોની નોકરીઓમાં સૌથી સારી ગણાય છે. આ બેંકમાં પ્રોબેશનરી ઓફિસરની નોકરી મેળવવાનો ક્રેઝ યુવામાં હંમેશા રહેતો હોય છે. SBI એ 2000 પીઓ પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડેલું છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ફક્ત 3 દિવસનો સમય છે. જે ઉમેદવારો હજુ અરજી કરી શક્યા નથી તેઓ અધિકૃત વેબસાઈટ દવારા 27 સપ્ટેમ્બર કે તેના કરતા પહેલા અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યાઓ માટે ઉમેદવારની ફાઈનલ પસંદગી ફેઝ 2 (મુખ્ય પરીક્ષા) અને ફેઝ 3 (ઈન્ટરવ્યુ અને સમૂહ અભ્યાસ) રાઉન્ડમાં મેળવેલી અંકના આધારે થશે. પરીક્ષા પાસ કરનારાઓને 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 ના સ્કેલ પર 41,960 રૂપિયાના પગારે પ્રોબેશનરી ઓફિસર કે મેનેજમેન્ટ ટ્રેઈની (MT) તરીકે સામેલ કરાશે. 


લાયકાત
એસબીઆઈ પીઓના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી કે સમકક્ષ યોગ્યતા હોવી જરૂરી છે. ગ્રેજ્યુએટના ફાઈનલ યર/સેમિસ્ટરમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. પણ તે માટે શરત એ છે કે તેઓ 31 ડિસેમ્બર 2023 સુધીમાં ગ્રેજ્યુએટ પૂરું કરીને સર્ટિફિકેટ રજૂ કરી શકવા જોઈએ. 


ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવાર એસબીઆઈમાં પીઓ બનવા માટે અરજી કરી રહ્યા હોય તેમની ઉંમર 1 એપ્રિલ 2023 સુધીમાં 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નોટિફિકેશન માટે અને એપ્લાય લિંક માટે નીચેની લિંક પર ક્લિક કરો. 


SBI PO Recruitment 2023 Notification


SBI PO Recruitment 2023 (અરજી કરવા માટે લિંક) 


ફીની વિગતો
ઉમેદવારો જે સામાન્ય/ઈડબલ્યુએસ/ઓબીસી કેટેગરી સાથે સંબંધ ધરાવે છે તેમણે અરજી ફી તરીકે 750 રૂપિયા ચૂકવવા પડશે. એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. એકવાર ભરેલી ફી પાછી આપવામાં નહીં આવે. કે તે કોઈ અન્ય પરીક્ષા કે પસંદગી માટે રિઝર્વ રાખી શકાશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube