બેન્કમાં નોકરી કરવી હોય તો કરો અરજી, SBI માં 1040 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈમાં 1040 જગ્યાઓ બહાર પડી છે, જે માટે આજથી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હીઃ સરકારી બેન્કમાં નોકરી કરવાની ઈચ્છા હોય તો આ સમાચાર તમારા માટે છે. એસબીઆઈએ 1000થી વધુ પદો પર ભરતી બહાર પાડી છે. આ ભરતી સ્પેશિયલ કેડર ઓફિસર પોસ્ટ માટે છે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર વેબસાઇટ sbi.co.in.પર જઈને અરજી કરી શકે છે. મહત્વનું છે કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ ભરતી અભિયાન દ્વારા બેન્કમાં 1040 પદ ભરવાના છે. આ અરતી માટે 19 જુલાઈથી અરજી શરૂ થઈ છે અને 8 ઓગસ્ટ સુધી ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતી સાથે જોડાયેલી વધુ જાણકારી તમે નીચે જોઈ શકો છો.
ભરતીની વિગત
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ): 2 જગ્યાઓ
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ): 2 જગ્યાઓ
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેક્નોલોજી) – 1 પોસ્ટ
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) – 2 જગ્યાઓ
રિલેશનશિપ મેનેજર – 273 જગ્યાઓ
વીપી વેલ્થ- 643 પોસ્ટ્સ
રિલેશનશિપ મેનેજર- ટીમ લીડ – 32 જગ્યાઓ
પ્રાદેશિક વડા – 6 જગ્યાઓ
રોકાણ નિષ્ણાત- 30 જગ્યાઓ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર- 39 જગ્યાઓ
આ પણ વાંચોઃ ભારતીય સેનામાં નોકરીની તક, SSC ટેક્નિકલના 381 પદ પર થશે ભરતી, જાણો વિગત
જરૂરી લાયકાત
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (ઉત્પાદન લીડ) ની પોસ્ટ માટે, સરકારી યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBA/PGDM/PGDBM ડિગ્રી અથવા CA/CFA.
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ)ની પોસ્ટ માટે, સરકારી યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતક/પોસ્ટ ગ્રેજ્યુએશન.
કોમર્સ/ફાઇનાન્સ/ઇકોનોમિક્સ.મેનેજમેન્ટ/ગણિત/સ્ટેટેટિક્સ
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેક્નોલોજી) ની પોસ્ટ માટે MBA/MMS/PGDM/ME/M.Tech./BE/B.Tech./PGDBM ડિગ્રી
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) ની પોસ્ટ માટે MBA/PGDM/PGDBM ડિગ્રી
રિલેશનશિપ મેનેજર, વીપી વેલ્થ, રિલેશનશિપ મેનેજર- ટીમ લીડ, રિજનલ હેડ પોસ્ટ્સ માટે ગ્રેજ્યુએશન ડિગ્રી
ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરની જગ્યાઓ માટે માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી MBA/PGDM/PGDBM ડિગ્રી.
આ પણ વાંચોઃ જો તમે 10મું પાસ હોવ તો ભારતીય પોસ્ટમાં અરજી કરો, 44,200 થી વધુ જગ્યાઓ પર ભરતી
પસંદગી પ્રક્રિયા
પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ-કમ-સીટીસી વાટાઘાટો પર આધારિત હશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં લાયક બનવા માટેના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયાનું મેરિટ લિસ્ટ માત્ર ઈન્ટરવ્યૂમાં મળેલા નંબરોના આધાર પર ઘટતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે. જો એકથી વધુ ઉમેદવાર કટ-ઓફ માર્ક્સ હાસિલ કરે છે તો તેવામાં ઉમેદવારની ઉંમર અનુસાર ઘટતા ક્રમમાં મેરિટમાં સ્થાન આપવામાં આવશે.
અરજી ફી
અરજી ફી અને માહિતી ફી (નૉન-રિફંડપાત્ર) સામાન્ય/ઈડબ્લ્યૂએસ ઉમેદવારો માટે 750 રૂપિયા છે અને એસસી/એસટી/ઓબીસી/પીડબ્લ્યૂબીડી ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી. અરજી ફી ઓનલાઈન ભરી શકાશે.
અન્ય વિગત
ઉમેદવાર બધા જરૂરી ડોક્યુમેન્ટ (જેમાં બાયોડેટા, ઓળખ પત્ર, ઉંમરનું પ્રમાણ પત્ર, જાતિનું પ્રમાણ પત્ર, પીડબ્લ્યૂબીડી પ્રમાણ પત્ર (જો લાગૂ હોય તો), શૈક્ષણિક યોગ્યતા, અનુભવ વગેરે) અપલોડ કરવા પડશે. વધુ માહિતી માટે તમે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ જોઈ શકો છો.