Bank Job: ગ્રેજ્યુએટ્સ માટે બેંકની નોકરી, કોઈ પરીક્ષા નહીં, પગાર 90,000થી વધુ
બેંકમાં સરકારી નોકરીના સપના જોતા ઉમેદવારો માટે કામના સમાચાર છે. અત્રે જણાવવાનું કે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા, સિડબી તરફથી ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજર (જનરલ સ્ટ્રીમ)ના પદો માટે ભરતી નોટિફિકેશન બહાર પડ્યું છે. ઈચ્છુક ઉમેદવાર SIDBI ની અધિકૃત વેબસાઈટ sidbi.in પર જઈને અરજી કરી શકે છે.
સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા, સિડબી તરફથી ગ્રેડ એ ઓફિસર આસિસ્ટન્ટ મેનેજર (જનરલ સ્ટ્રીમ)ના પદો માટે ભરતી નોટિફિકેશન બહાર પડ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 8 નવેમ્બર 2023 થઈ લઈને 28 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. ઈચ્છુક ઉમેદવાર SIDBI ની અધિકૃત વેબસાઈટ sidbi.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 50 પદો માટે જગ્યા ભરાશે. વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે. આ લેખ દ્વારા ઉમેદવારોની યોગ્યતા, વય મર્યાદા, અને એજ્યુકેશન ક્વોલિફિકેશન સંલગ્ન માહિતી જાણી શકો છો.
એજ્યુકેશન ક્વોલિફિકેશન અને ભરતી માહિતી
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 50 પદો પર ભરતી થશે. અત્રે જણાવવાનું કે જનરલ માટે 22 જગ્યાઓ નક્કી કરાઈ છે. એસસી માટે 8 જગ્યા છે. 4 એસટી, 4 EWS વર્ગ માટે રિઝર્વ છે. જ્યારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારો 60 ટકા અંક સાથે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. આ સાથે જ SC,ST અને દિવ્યાંગ માટે 5 5ટકા જરૂરી છે. સીએ, સીએસ, સીડબલ્યુએ, સીએફ કે સીએમએ કે ઓછામાં ઓછા 60 ટકા અંક સાથે લો, બીઈ બીટેકમાં હોવા જોઈએ. SC, ST સાથે જ દિવ્યાંગ માટે 55 ટકા નિર્ધારિત કરાયા છે.
સિલેક્શન પ્રોસેસ અને ઉંમર મર્યાદા
ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 30 વર્ષ નિર્ધારિત કરાઈ છે. એટલે કે ઉમેદવારનો જન્મ 9 નવેમ્બર 1993 પહેલા થયેલો હોવો ન જોઈએ. SC, ST ને ઉંમર મર્યાદામાં છૂટ અપાશે. આ ઉપરાંત ઓબીસીથી આવતા ઉમેદવારોને 3 વર્ષની છૂટ અપાશે. સિડબી મુજબ રજિસ્ટ્રેશન ફોર્મનું સ્ક્રીનિંગ થશે. ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં યોજાશે.
ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યુ આપવામાં 100 અંક હશે. ન્યૂનતમ અંક બેંક મુજબ નક્કી કરાશે. આ માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નહીં હોય. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઓનલાઈન સાઈકોમેટ્રિક ટેસ્ટ, ઈન્ટરવ્યુ, અને જીડીથી સિલેક્શન થશે. જ્યારે જનરલ વર્ગથી આવતા ઉમેદવારો અને OBC, EWS, વર્ગને એપ્લિકેશન ફી 1100 રૂપિયા આપવી પડશે. આ સાથે SC,ST વર્ગે 175 રૂપિયા એપ્લિકેશન ફી આપવી પડશે.
આ રીતે કરો અરજી
1. ઉમેદવારો અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ sidbi.in પર જાઓ.
2. વેબસાઈટ પર અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.
3. અરજી સંલગ્ન જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ, સિગ્નેચર, ફોટો, આઈડી પ્રુફ સાવધાનીપૂર્વક અપલોડ કરો.
4. ત્યારબાદ અરજી ફી ચૂકવો.
5. ત્યારબાદ સબમિટ એપ્લિકેશન ફોર્મનું પ્રીન્ટ આઉટ લઈ લેવું.
પગાર તરીકે ગ્રેડ એ ઓફિસર આસિસ્ટન્ટ મેનેજર (જનરલ સ્ટ્રીમ)ના પદ પર સિલેક્ટ થયા બાદ ઉમેદવારને 90,000 પગાર અપાશે. આ સાથે જ અનેક પ્રકારના સરકારી ભથ્થાનો પણ લાભ મળશે.