નવી દિલ્હીઃ SSC Recruitment 2024: કેન્દ્ર સરકારમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારી તક છે. ખાસ વાત છે કે આ ભરતીઓ કેન્દ્ર સરકારના મંત્રાલયો માટે થશે. કર્મચારી પસંદગી મંડળ (SSC)તરફથી આ ભરતી બહાર પાડવામાં આવી છે. તે માટે મંડળ તરફથી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ઇચ્છુક ઉમેદવાર નોટિફિકેશન વાંચી તે માટે અરજી કરી શકે છે. તમે દરેક માહિતી માટે ssc.gov.in પરથી મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SSC Vacancy 2024: કુલ કેટલા પદો પર ભરતી
કર્મચારી પસંદગી મંડળ (SSC) એ કુલ 2049 પદો પર ભરતી કાઢી છે. તેમાં સબ ઈન્સ્પેક્ટર ફિંગ ફ્રિન્ટ (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) ના 20 પદ પણ સામેલ છે.


SSC Recruitment 2024 Apply: ક્યાં સુધી કરી શકશો અરજી
કર્મચારી પસંદગી મંડળની આ ભરતી માટે અરજી પ્રક્રિયા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. પંચની વેબસાઇટ ssc.gov.in ના માધ્યમથી તે માટે અરજી કરી શકાય છે. ઉમેદવાર 18 માર્ચ સુધી અરજી કરી શકે છે. ઓનલાઈન ફી 19 માર્ચ સુધી જમા થશે. ઉમેદવાર પોતાના ઓનલાઈન ફોર્મમાં 22 માર્ચથી 24 માર્ચ સુધી કરેક્શન પણ કરી શકશે. આ પદો માટે ઓનલાઈન કમ્પ્યુટર બેસ્ડ એક્ઝામ 6 મેથી 8 મેચ વચ્ચે લેવાશે. મંડળે વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર 18003093063 પણ જાહેર કર્યો છે.


આ પણ વાંચોઃ જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે અને ટાઈપિંગની જાણકારી છે તો આ નોકરી તમારી, આ રીતે અરજી


SSC Recruitment 2024 Age limit: જાણો વય મર્યાદા
કર્મચારી મંડળની આ ભરતી માટે ખાસ વાત છે કે અલગ-અલગ પદો માટે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ છે. એસટી અને એસસી વર્ગના વિદ્યાર્થીઓને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે.


SSC Recruitment 2024 qualification: કોણ કરી શકે છે અરજી
કર્મચારી પસંદગી મંડળની આ ભરતી માટે કેટલાક પદમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે, તો કેટલીક જગ્યા માટે ધોરણ 12 પાસ જરૂરી છે. તો કેટલીક જગ્યા માટે સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે.