Apple Jobs: દરેકની ઈચ્છા હોય છેકે, તેમની સારી કંપનીમાં સારા પગારવાળી નોકરી મળે. પણ બેરોજગારી એટલી છેકે, દરેકને સારી નોકરી તો શું નોકરી પણ મળી શકતી નથી. આવી સ્થિતિમાં એપિલ કંપનીની એક ખબર ચર્ચામાં આવી છેકે, આ કંપની ભારતમાં લાખો લોકોને નોકરી આપવાની છે. ઉલ્લેખની છેકે, આ કંપનીમાં કામ કરતા બધા જ કર્મચારીઓના પગાર ખુબ ઉંચા છે. ત્યારે આવી તક હવે ભારતીયોને પણ મળશે. જાણો સમગ્ર વિગતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક કંપની Apple હવે ભારતમાં લાખો નોકરીઓ પ્રદાન કરવાની યોજના બનાવી રહી છે. અમેરિકન કંપની હવે ભારતમાં લગભગ 5 લાખ લોકોને નોકરી આપી શકે છે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Appleએ કહ્યું છે કે તે આગામી 3 વર્ષમાં 5 લાખથી વધુ લોકોને રોજગાર આપી શકે છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે.


એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગારી આપે છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પીટીઆઈને જણાવ્યું છે કે એપલ ભારતમાં ભરતીને વેગ આપી રહી છે.


શું કહે છે કંપની?
એક જૂના અનુમાન મુજબ, તે તેના વિક્રેતાઓ અને ઘટકોના સપ્લાયર્સ દ્વારા આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગાર પ્રદાન કરશે. આ અંગે જ્યારે એપલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કંપનીએ કોઈ નિવેદન આપ્યું ન હતું.


2023માં સૌથી વધુ આવક-
Apple આગામી ચાર-પાંચ વર્ષમાં ભારતમાં ઉત્પાદન પાંચ ગણાથી વધુ વધારીને $40 બિલિયન (આશરે રૂ. 3.32 લાખ કરોડ) કરવાની યોજના ધરાવે છે. માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, પહેલીવાર એપલે 2023માં સૌથી વધુ આવક સાથે ભારતીય બજારનું નેતૃત્વ કર્યું, જ્યારે સેમસંગ વોલ્યુમની દ્રષ્ટિએ ટોચ પર રહ્યું.


સૌથી વધુ વેલ્યૂ એડિશન ચીનમાં છે-
એપલ ચીનમાં વિશ્વમાં સૌથી વધુ સ્થાનિક મૂલ્યવૃદ્ધિ ધરાવે છે. તે ત્યાં લગભગ 28 ટકા છે. આ સિવાય ભારતમાં કંપનીનું વેલ્યુ એડિશન 11 થી 12 ટકા છે, જેને કંપની 15 થી 18 ટકા સુધી વધારી શકે છે. એપલ સિવાય વિશ્વની અન્ય ઘણી કંપનીઓએ આ વ્યૂહરચના અપનાવી છે, જેને 'ચાઇના પ્લસ વન પોલિસી' તરીકે ઓળખવામાં આવે છે.