સરકારી નોકરી મેળવવી એ કપરું કાર્ય ગણાતું હોય છે અને સારા કોચિંગનો સહારો લઈને જ આવી સરકારી નોકરીની પરીક્ષાઓ પાસ કરી શકાય છે એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. પરંતુ તેલંગણાના એક યુવકે આ સોચને ઠેંગો બતાવ્યો અને સાબિત કર્યું કે માણસની અંદર ધગશ હોય કોઈ કાર્ય કરવાનું મનથી નક્કી કર્યું હોય અને મહેનત કરવાનું ઝૂનૂન હોય તો બધુ ચપટીમાં પાર પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગણાનો વિદ્યાર્થી
તેલંગણઆના પેદ્દાપલ્લી જિલ્લાના ગોદાવરીખાનીના ગારેડ સાઈ લેનિને કોઈ પણ મોંઘીદાટ સંસ્થાઓમાંથી કોચિંગ લીધા વગર પાંચ સરકારી નોકરીઓ મેળવી છે. અને પોતાના જીવનના આવા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો સુધી પહોંચવામાં જદ્દોજહેમત કરી રહેલા અનેક બેરોજગાર યુવાઓ માટે મોટી પ્રેરણા પૂરી પાડી છે. એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ સાઈ લેનિને એમટેક કરવા માટે GATE ની પરીક્ષા આપી, અને આઈઆઈટી હૈદરાબાદમાં સીટ પાક્કી કરી લીધી. 


માતા પિતાએ પૂરું પાડ્યું પ્રોત્સાહન
તે જ સમયે તેલંગણા રાજ્ય લોક સેવા આયોગ (TSPSC) એ વિવિધ સરકારી વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું. તેમણે આઈઆઈટીમાં સામેલ થવા અને  સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે ગૃહ નગર પાછા ફરવાનો વિચાર છોડી દીધો. પરંતુ તમામ માટે એક આશ્ચર્ય એ હતું કે પરીક્ષા પાસ કરવા માટે કોચિંગ સંસ્થામાં જવાને બદલે તે પોતે જ પરીક્ષા આપવા તૈયાર થયો. તેણે ઘરમાં એક ખાસ રૂમ બનાવડાવ્યો, અને લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રાત દિવસ એ જ રૂમમાં સમય વિતાવવા લાગ્યો. માતા પિતા ગાડે સમ્મૈયા અને નિર્મલાએ તેને આ અંગે ખુબ પ્રોત્સાહિત કર્યો. ભલે પહેલા પ્રયત્નમાં અસફળ રહ્યો પરંતુ સાઈ લેનિને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પ્રત્યે પોતાનો આત્મવિશ્વાસ, ઈચ્છા શક્તિ, પ્રતિબદ્ધતા, અને દ્રઢ સંકલ્પ એળે જવા દીધા નહીં. 


આ પરીક્ષાઓ કરી પાસ
સોશિયલ મીડિયા જ તેના માટે દ્રોણાચાર્ય બની ગયું. તેણે યુટ્યૂબ અને ગૂગલના માધ્યમથી કોઈ પણ વિષયમાં રહેલી શંકાઓનું સમાધાન શોધવા માંડ્યું. તેના પ્રયત્નોના પરિણામ સામે આવ્યા અને તેણે પાંચ પાંચ સરકારી નોકરીઓ મેળવી લીધી. જેમાં 60માં રેંકની સાથે SCCL માં કનિષ્ઠ સહાયક, સહાયક કાર્યકારી અભિયંતા (8મો રેંક), સહાયક મોટર વાહન નીરીક્ષણ (12મો રેંક), યોગ્યતા રેંક સાથે ગ્રુપ-IV અને પોલિટેક્નિક કોલેજમાં વ્યાખ્યાતા સામેલ છે. (જ્યાં તેને કહેવામાં આવ્યું કે આન્સર કી જોયા બાદ તેને સારા અંક મળશે)


નિષ્ફળતાને બનાવો સફળતા માટેની સીડી
સાઈ લેનિને કહ્યું કે એક સમય હતો જ્યારે વિષયોમાં કોઈ શંકા હોય તો કોઈ પણ કોચિંગ સંસ્થાનો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે દરેક શંકા મોબાઈલ ફોનથી દૂર થઈ જશે કારણ તે આપણે 24 કલાક સાથે રાખીએ છીએ. નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા બાદ વ્યક્તિએ આત્મવિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં અને અસફળતાને સફળતા તરફ આગળ વધારનારી સીડી ગણવી જોઈએ. આકરી મહેનતનું ફળ અવશ્ય મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube