SSC Exam: ગુજરાતીઓ આનંદો....હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે સરકારી નોકરી માટે પરીક્ષા
Staff Selection Commission (SSC) તરફથી હવે ભરતી પરીક્ષાઓનું આયોજન હિન્દી અને અંગ્રેજી ઉપરાંત પૂરી 15 ભાષાઓમાં કરવામાં આવશે. જિતેન્દ્ર સિંહે કહ્યું કે હાલમાં જ SSC દ્વારા આયોજિત સરકારી નોકરી ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી દરેક યુવા આ ભરતી પ્રક્રિયાઓનો ભાગ બની શકે.
Staff Selection Commission (SSC) તરફથી હવે ભરતી પરીક્ષાઓનું આયોજન હિન્દી અને અંગ્રેજી ઉપરાંત પૂરી 15 ભાષાઓમાં કરવામાં આવશે. બહુ જલદી SSC તરફથી તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં પણ લેખિત પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. તેની યોજના ઘડવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ અંગે જાણકારી આપતા કહ્યું કે તેનાથી સ્થાનિક યુવાઓની ભાગીદારી વધશે અને પ્રાદેશિક ભાષાઓને પણ પ્રોત્સાહન મળશે.
અત્રે જણાવવાનું કે બુધવારે જિતેન્દ્ર સિંહે કહ્યું કે હાલમાં જ SSC દ્વારા આયોજિત સરકારી નોકરી ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી દરેક યુવા આ ભરતી પ્રક્રિયાઓનો ભાગ બની શકે. કાર્મિક, લોક ફરિયાદ, અને પેન્શન મંત્રાલયની 14મી હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે આ ઐતિહાસિક નિર્ણય યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે. હાલ નીટ, જેઈઈ, અને સીયુઈટી પરીક્ષાઓનું આયોજન હિન્દી અને અંગ્રેજી ઉપરાંત વિવિધ સ્થાનિક ભાષાઓમાં થઈ રહ્યું છે.
આ ભાષાઓમાં થશે SSC ભરતી પરીક્ષા
તેમણે જણાવ્યું કે પ્રશ્ન પત્ર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 સ્થાનિક ભાષાઓ અસમિયા, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી (મૈતી પણ), અને કોંકણીમાં પણ સેટ કરવામાં આવશે.
શું ફાયદો થશે
જિતેન્દ્ર સિંહે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષ કરતા વધુ સમયથી અધિકૃત ભાષા હિન્દી ઉપરાંત ભારતીય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી લાખો અભ્યર્થી પોતાની માતૃભાષા/સ્થાનિક ભાષામાં પરીક્ષામાં સામેલ થઈ શકશે અને તેમની પસંદગીની સંભાવનાઓમાં સુધાર થઈ શકશે.
અનેક રાજયો કરી રહ્યા હતા માંગણી
અત્રે જણાવવાનું કે સાઉથના અનેક રાજ્યો એસએસસી પરીક્ષા અંગ્રેજી અને હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ આયોજિત કરવાની સતત માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ સરકાર તરફથી આ નિર્ણય લેવાયો છે. મંત્રીએ કહ્યું કે Staff Selection Commission એ હાલમાં જ ઉમેદવારો માટે 15 ભાષાઓમાં પરીક્ષા આપવા માટે સ્વરૂપનું અનાવરણ કર્યું છે અને તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં લેખિત પરીક્ષાની મંજૂરી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.
અત્રે જણાવવાનું કે SSC એટલે કે Staff Selection Commission એ સરકારમાં ભરતી કરતી એજન્સી છે જેનો મુખ્ય હેતુ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો કે વિભાગોમાં તમામ ગ્રુપ બી (નોન ગેઝેટેડ) અને ગ્રુપ સી (નોન ટેક્નિકલ) પદો પર ભરતી કરવાનો હોય છે. કમિશન દ્વારા લેવાતી પરીક્ષાઓનું માધ્યમ સામાન્ય રીતે હિન્દી અને અંગ્રેજી હોય છે. જો કે હવે આ પરીક્ષા અન્ય ભાષાઓમાં થઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube