High Paying Jobs: આ છે દેશના Top 5 સેક્ટર્સ, જેમાં કરિયર એટલે ઊંચા પગારની નોકરી પાક્કી
High Paying Jobs: જો વ્યક્તિ પોતાની યોગ્યતાના આધારે યોગ્ય સેક્ટરને પસંદ કરે તો તેને સફળતાના શિખરે પહોંચવામાં પણ વાર નથી લાગતી. આજે તમને ભારતના ટોપ 5 સેક્ટર વિશે જણાવીએ. આ સેક્ટરમાં આગળ વધવાથી ફાયનાન્સિયલ મજબૂતી ઝડપથી આવે છે એક વખત જે આ સેક્ટરમાં સફળ થઈ જાય તેને પાછળ ફરીને જોવું પડતું નથી.
High Paying Jobs: ભારત એવો દેશ છે જ્યાં યુવા વિદ્યાર્થીઓ માટે અવસરની કોઈ જ ખામી નથી. જો વ્યક્તિ પોતાની યોગ્યતાના આધારે યોગ્ય સેક્ટરને પસંદ કરે તો તેને સફળતાના શિખરે પહોંચવામાં પણ વાર નથી લાગતી. દેશમાં એવા અનેક લોકો છે જેમણે નાની ઉંમરમાં જ ખાસ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય અને નામના મેળવી હોય.
જો તમે કરિયરમાં આગળ વધવા માટે કયું સેક્ટર બેસ્ટ છે તે શોધી રહ્યા છો તો આજે તમને ભારતના ટોપ 5 સેક્ટર વિશે જણાવીએ. આ સેક્ટર એવા છે જેમાં આગળ વધવાથી તમને ઊંચા પગારની નોકરી તો મળશે જ તેની સાથે દેશની સેવા કરવાની તક પણ મળશે. આ સેક્ટરમાં આગળ વધવાથી ફાયનાન્સિયલ મજબૂતી ઝડપથી આવે છે એક વખત જે આ સેક્ટરમાં સફળ થઈ જાય તેને પાછળ ફરીને જોવું પડતું નથી.
આ પણ વાંચો: Job: ગુજરાતમાં સરકારી નોકરીની તક.. 17 ઓગસ્ટ છે છેલ્લી તારીખ, અરજી કરવામાં ઉતાવળ કરજો
સિવિલ સર્વિસ
ભારતીય પ્રશાસનિક સેવા IAS, ભારતીય પોલીસ સેવા IPS અથવા તો અન્ય સિવિલ સેવા પદ પર નિયુક્ત થનાર ઉમેદવારને ઊંચા પગારની નોકરી મળે છે. આ સેક્ટરમાં નોકરી આર્થિક રીતે ફાયદાકારક હોય છે. આ સેક્ટરમાં નોકરી કરનાર વ્યક્તિ સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, તેનું માન અને હોદ્દો ઉચ્ચ સ્તરના હોય છે. સાથે જ તેમને પગાર પણ હાઈએસ્ટ મળતા હોય છે.
આ પણ વાંચો: આ કોલેજમાં MBBS ની ફી 12000 રૂપિયા, ચેક કરો દેશની સૌથી સસ્તી મેડિકલ કોલેજોનું લીસ્ટ
મેડિસિન
ડોક્ટર કે મેડિસિન સ્પેશાલિસ્ટ બનીને પણ પબ્લિક હેલ્થમાં તમે મહત્વપૂર્ણ યોગદાન આપી શકો છો. આ સેક્ટરમાં પણ જો ફ્યુચર બનાવો છો તો આર્થિક સદ્ધરતા નાની ઉંમરમાં મળી જાય છે. ભારતનું હેલ્થ કેર સેક્ટર ખૂબ જ ઝડપથી ગ્રો થઈ રહ્યું છે. આ સેક્ટરમાં સ્કિડ પ્રોફેશનલની ડિમાન્ડ વધારે હોય છે. ખાસ કરીને ભારતના રૂરલ એરિયામાં હેલ્થ કેર સેક્ટરમાં પ્રોફેશનલની ડિમાન્ડ વધારે હોય છે.
એન્જિનિયરિંગ
જો તમે ઉપરના બે સેક્ટરમાં આગળ વધવા નથી માંગતા. તો એન્જિનિયરિંગનો ઓપ્શન બેસ્ટ રહે છે. એન્જિનિયરિંગમાં પણ અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ હોય છે તમે તમારી કાબેલિયત અનુસાર તેને પસંદ કરી શકો છો. આ સેક્ટરમાં પણ એન્જિનિયર્સને હાઈપેડ સેલેરી કંપનીઓ આપે છે. એન્જિનિયર દેશના ગ્રોથમાં મહત્વનું યોગદાન આપે છે. તેમના પગાર પણ ખૂબ જ ઊંચા હોય છે.
આ પણ વાંચો: શેર માર્કેટમાં રસ પડે છે? તો ટ્રેડિંગ સેક્ટરમાં બનાવો કરિયર, રોજની આવક હશે લાખોમાં
લો
કાયદાકીય સેક્ટરમાં કરિયર બનાવવું એટલે નાણાકીય સ્થિરતાની ગેરંટી. કાનૂની વિશેષજ્ઞ બનીને સમાજમાં તમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો અને સાથે જ આ કરિયરમાં વેતન પણ સારું મળે છે. કાનૂની વિશેષજ્ઞઓને ભારત સરકાર તરફથી પણ ઘણા બધા લાભ મળતા હોય છે.
આ પણ વાંચો: કોમ્પ્યુટર સાયન્સના 7 બેસ્ટ કોર્સ, કોર્સ પુરો કરો એટલે તરત મળે સારા પગારની નોકરી
એન્ટરપ્રેન્યોરશિપ
જો ઉપરના ચાર સેક્ટરમાં તમારે આગળ વધવું નથી તો તમે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને પણ આર્થિક સ્થિરતા મેળવી શકો છો. આજના સમયમાં સરકાર નવા નવા સ્ટાર્ટઅપ માટે યુવાનોને ઘણી મદદ કરે છે. સ્ટાર્ટઅપનું ભારતીય ઇકોનોમિકલ ગ્રોથમાં મોટું યોગદાન છે. તમે આ સેક્ટરમાં આગળ વધવાનું પણ વિચારી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)