ભારતમાં લોકોને સામાન્ય રીતે સરકારી નોકરીની ખુબ ઘેલછા હોય છે. અનેક ઠેકાણે તો ખાનગી નોકરીમાં ભલે લાખોના પેકેજ મળે પરંતુ આમ છતાં સરખામણીએ સરકારી નોકરીમાં ભલે ચોથા વર્ગના કર્મચારીની નોકરી હોય તો પણ તેને વધુ મહત્વ મળતું હોય છે. સરકારી નોકરી પ્રત્યે આટલી ઘેલછા પાછળનું સૌથી મોટી કારણ સુરક્ષા સાથે જોડાયેલું છે. દેશના લોકોમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે એકવાર સરકારી નોકરી મળી જાય પછી આખા પરિવારનું ભવિષ્ય સુનિશ્ચિત થઈ જાય છે. આ જ કારણ છે કે સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા ખુબ આકરી કરી દેવાઈ છે. સ્થિતિ એવી પણ હોય છે કે એક સીટ માટે હજારોની સંખ્યામાં અરજી આવતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમે તમને એવી સરકારી નોકરી વિશે વાત કરીશું જેનો રુતબો આખી દુનિયામાં જાણીતો છે. દેશની સૌથી રુઆબદાર નોકરી છે. તમે એ વાતથી જ અંદાજો લગાવી શકો કે આ નોકરી કરનારાઓને તે રાજ્યના મુખ્યમંત્રી જ નહીં પરંતુ દેશના પ્રધાનમંત્રી સુદ્ધા પાસે હટાવવાની તાકાત હોતી નથી. આ પદ પર રહેલા વ્યક્તિને તે વિસ્તારનો રાજા કહેવામાં આવે છે. તેની તાકાત એટલી હોય છે કે તે પોતાના વિસ્તારમાં સીએમ-પીએમ સુદ્ધાને ઘૂસતા રોકી શકે છે. તેમના ઠાઠ રાજાશાહી જેવા હોય છે. તેને નોકર, બંગલા, ગાડી , સુરક્ષાકર્મી બધુ જ સરકાર આપે છે. 


અમે જે નોકરીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ભારતીય પ્રશાસનિક સેવા (IAS). UPSC ની ખુબ જ આકરી પરીક્ષા પાસ કર્યા બાદ કોઈ વ્યક્તિ આઈએએસ સુધી પહોંચે છે. IAS માં પસંદગી પામેલ વ્યક્તિ સામાન્ય રીતે કોઈ જિલ્લામાં એસડીએમના પદથી સેવાની શરૂઆત કરે છે અને પોતાની આખી કરયર દરમિયાન દેશના પ્રધાન સચિવ સુધી પહોંચી શકે છે. દેશના પ્રધાન સચિવ, ભારત સરકારની સૌથી મોટી નોકરી હોય છે. એસડીએમ બાદ સામાન્ય રીતે એક આઈએએસ જિલ્લાધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM)  બને છે. યુપીએસસી પાસ કર્યા બાદ આ આઈએએસને કેડર ફાળવવામા આવે છે. એટલે કે તેને પસંદગીના નિયમો મુજબ વિભિન્ન રાજ્યોમાં મોકલવામાં આવે છે. 


રાજ્યોમાં મોકલાયા બાદ સંબંધિત રાજ્ય સરકાર તેની સેવા લે છે. તેમને એસડીએમ, ડીએમ કે પછી રાજ્યના કોઈ વિભાગના સચિવ બનાવવામાં આવે છે. આ દરમિયાન સંબંધિત સરકારો તેમને નિયમો મુજબ માસિક પગાર ઉપરાંત તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં ગાડી, ડ્રાઈવર, ઘર, સુરક્ષા ગાર્ડ, પીએ, જેવી સુવિધાઓ સામેલ છે. 


હટાવવા મુશ્કેલ
એક આઈએએસ ઓફિસર એ શ્રેણીના અધિકારી હોય છે. તેમને સસ્પેન્ડ કે હટાવવાના ખાસ કાયદા છે. સીધી રીતે કોઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તેમને પદ પરથી હટાવી શકે નહીં. જે રાજ્યમાં આઈએએસ અધિકારી નિયુક્ત હોય છે તે રાજ્યના મુખ્યમંત્રી અનિયમિતતા જાણવા મળતા વધુમાં વધુ તો તે અધિકારીને સસ્પેન્ડ કરી શકે છે. પદ પરથી હટાવવા માટે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે તે અધિકારી વિરુદ્ધ વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને તેને કેન્દ્રીય કાર્મિક વિભાગને મોકલવાનો હોય છે. વાત જાણે એમ છે કે યુપીએસસી દ્વારા નિયુક્ત તમામ એ શ્રેણીના અધિકારી કેન્દ્રીય કાર્મિક વિભાગને આધિન હોય છે. અને સામાન્ય રીતે આ વિભાગનો કાર્યભાર સીધો પ્રધાનમંત્રીને આધીન હોય છે. કેટલાક જાણકારોનું એમ પણ કહેવું છે કે આઈએએસ અધિકારીના અપોઈન્ટિંગ ઓથોરિટી ભારતના રાષ્ટ્રપતિ હોય છે. આવામાં એક આઈએએસના કોઈ અયોગ્ય વ્યવહારમાં લિપ્ત મળી આવતા કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ જ તેમને બરતરફ કરવાની શક્તિ ધરાવે છે. 


રાયગઢમાં આખુ ગામ ભૂસ્ખલનની ઝપેટમાં, અત્યાર સુધીમાં 16 લોકોના મોત


દેશને પહેલું 'મેઈડ ઈન ઈન્ડિયા' વિમાન 2026માં મળશે! ગુજરાતના આ શહેરમાં બનશે


પોલીસ જીપમાંથી ખેંચ્યા, કપડાં ફાડ્યા અને પછી શરીર...પીડિતાની આપવીતી જાણી ધ્રુજશો


જ્યાં સુદી આઈએએસ અધિકારીઓને હટાવવાની વાત છે તો તે સ્પષ્ટ છે કે તેમને સરળતાથી સેવાથી હટાવી કરી શકાય નહીં. તેમાં અનેક કાયદાકીય પેચ હોય છે. જાણકારો  જણાવે છે કે જેમ જેમ આઈએએસ અધિકારી વરિષ્ઠ થાય તેમ તેમ તેમને હટાવવાની પ્રક્રિયા જટીલ બનતી જાય છે. અનેક કેસમાં સીધા પ્રધાનમંત્રી જે કાર્મિક વિભાગના મુખિયા પણ હોય છે તેઓ આ અધિકારીઓને સેવામાંથી હટાવી શકે છે અનેક એવા કેસ હોય છે કે જેમાં આઈએએસ અધિકારીઓને સેવાથી હટાવવા માટે કેબિનેટે નિર્ણય લેવાનો હોય છે અને કેબિનેટની ભલામણ ઉપર જ રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube