Vikas Divyakirti Tips for UPSC: ડો. વિકાસ દિવ્યકીર્તિને આજે કોણ નહીં ઓળખતું હોય. હિન્દી મીડિયમથી UPSC ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે તો તેઓ કોઈ મસીહાથી કમ નથી. તેમણે અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધાર્યું છે. હજારો અભ્યર્થીઓ તેમની પાસે ભણીને ઓફિસરના પદ પર તૈનાત છે. આજે આપણે વિકાસ દિવ્યકીર્તિ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જેને ફોલો કરવાથી તમારું પણ IAS બનવાનું સપનું પૂરું થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની જાતને રોબોટ ન સમજો
ડોય વિકાસ દિવ્યકીર્તિ કહે છે કે આપણે બધા રોબોટ નથી. આથી તમારે બધાએ તમારી જાતને ન કહેવું જોઈએ કે હું દિવસ રાત વાંચતો રહીશ. આમ કરવાથી તો તમે ક્યારેય આઈએએસ બની શકશો નહીં. તમારે એ સમજવું પડશે કે તમારા માટે આ ઉપરાંત પણ એવી અનેક વસ્તુઓ છે. આથી આ બધા વચ્ચે તાલમેળ જાળવવાની કોશિશ કરો. 


જાણો શું છે ટ્રિપલ 8 ફોર્મ્યૂલા
વિકાસસર યુપીએસસીની તૈયારી માટે ટ્રિપલ 8 ફોર્મ્યૂલાને અપનાવવાની સલાહ આપે છે. જેમાં તેમણે જણાવ્યું છે કે યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ ટ્રિપલ 8 ફોર્મ્યૂલા જરૂર ફોલો કરવો જોઈએ. ટ્રિપલ 8 ફોર્મ્યૂલાનો અર્થ છે કે તમારે 8 કલાક સૂઈ જવું, 8 કલાક ભણવું અને 8 કલાક મોજ મસ્તી કરવી. તમારે એ ધ્યાન આપવું જોઈએ કે યુપીએસસી ફક્ત એક પરીક્ષા નથી જેને તમે પુસ્તકીયા જ્ઞાનથી પાસ કરી લેશો. તેના માટે તમારે લોકો સાથે હળવું મળવું પડશે અને નવી ચીજોને જાણવી પડશે. 


અઠવડિયામાં જરૂર જુઓ એક ફિલ્મ
ડો. વિકાસ દિવ્યકીર્તિ કહે છે કે તમારે સપ્તાહમાં એક ફિલ્મ જરૂર જોવી જોઈએ. કારણ કે દિવસભર પુસ્તકમાં ઘૂસી રહેવાથી તમારું દિમાગ ખવાઈ જાય છે. આવામાં તમારે તમારા મિત્રોને મળવું જોઈએ. તેમની સાથે વાતચીત કરવી જોઈએ. જે તમારી પરીક્ષાની તૈયારીમાં તમને મદદ કરશે. આ ઉપરાંત આવું કરવાથી તમારું મગજ પણ ફ્રેશ  થઈ જશે ત્યારબાદ તમે ફરીથી મન લગાવીને ભ ણી શકશો. 


આઈએએસ બનવા માટે આ  કરવું જરૂરી
આ ઉપરાંત વિકાસ દિવ્યકીર્તિ સર કહે છે કે કોઈ પણ અભ્યર્થી ફક્ત પુસ્તક વાંચીને આ પરીક્ષા પાસ કરી શકે નહીં. તેણે આ પરીક્ષા પાસ કરવા માટે સમાજને સમજવો પડશે. ટ્રિપલ 8 ફોર્મ્યૂલામાં મોજ મસ્તીવાળા સમયમાં તમારે એ સમજવાની કોશિશ કરવી પડશે કે વધુમાં વધુ લોકોને મળો. વધુમાં વધુ સમાજને સમજવાની કોશિશ કરો. તો તમે આ પરીક્ષા ક્રેક કરી શકશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube