Job Offering 2 Crores Salary: આપણા દેશમાં બેરોજગારીની સમસ્યા એટલી બધી છે કે લોકો માત્ર નોકરી અને સારા પૈસા માટે ગમે ત્યાં જવા માટે તૈયાર છે. વિચારો કે એક એવી નોકરી છે, જે ઘરમાં રહેવા માટે 2 કરોડ રૂપિયા આપી રહી છે, પરંતુ તેની સાથે જોડાયેલ શરતો એવી છે કે લોકો નોકરી લેતા પહેલા સો વખત વિચારી રહ્યા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ જોબ ચીનમાં ઓફર કરવામાં આવી રહી છે. અહીં શાંઘાઈ શહેરમાં રહેતી એક મહિલા પોતાના માટે એક પર્સનલ નેની શોધી રહી છે, જે 24 કલાક તેની દરેક નાની-મોટી કામની સંભાળ રાખે. આ કામ માટે તે તેને દર મહિને 16 લાખ રૂપિયાથી વધુનો પગાર ઓફર કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો
આ રાશિના જાતકો આગામી 1 મહિના સુધી રાત-દિવસ કમાશે પૈસા, 'સૂરજ'ની જેમ ચમકી જશે કિસ્મત!
યુપી, બિહાર,રાજસ્થાન અને દિલ્હી સહિત આ રાજ્યોમાં સરકારી નોકરીની શાનદાર તક


આશરે 2 કરોડનું વાર્ષિક પેકેજ
આ પોસ્ટ માટે જાહેરાત આપવામાં આવી છે. જાહેરાત હેઠળ નોકરાણીને દર મહિને 1,644,435.25 રૂપિયા એટલે કે એક વર્ષ માટે 1.97 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ નોકરી માટે, અરજદારની ઉંચાઈ 165 સેમી હોવી જરૂરી છે, જ્યારે વજન 55 કિલોથી ઓછું હોય. તેણે 12મું કે તેથી વધુ અભ્યાસ કર્યો હોવો જોઈએ. દેખાવમાં સુઘડ અને સ્વચ્છ અને નાચતા ગાતા પણ આવડવું જરૂરી છે. હાઉસકીપિંગ સર્વિસ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત ચર્ચાનો વિષય બની છે.


નોકરાની નહીં પણ 'દાસી'ની છે ડીમાંડ
મજાની વાત એ છે કે જે મહિલાને નોકરાણીની જરૂર છે, તેની પાસે પહેલાથી જ 2 નેની 12 કલાક કામ કરે છે, જેમને સમાન પગાર મળે છે. નોકરાણી માટે માંગવામાં આવતી લાયકાતોમાં, પ્રથમ એ છે કે તેનામાં શૂન્ય સ્વાભિમાન હોવું જોઈએ કારણ કે તેણે માલકીનના પગમાંથી જૂતા ઉતારવાનું અને તેને પહેરાવવાનું પણ કામ કરવાનું રહેશે. જ્યારે પણ તે જ્યુસ, ફ્રુટ કે પાણી માંગશે તો તેને આપવું પડશે. તેના આગમન પહેલા તેણે ગેટ પર રાહ જોવી પડશે અને તેના એક સિગ્નલ પર તેના કપડા પણ બદલવા પડશે.


આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube