Working Women's: એક માતા પોતાનાં સંતાનોના ઉછેરમાં મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે અથવા એમ પણ કહી શકાય કે માતા જ બાળકોમાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરી શકે છે, પરંતુ જો માતા ગૃહિણી ન હોય અને વર્કિંગ વુમન હોય તો..? તો..તો પત્યું. કામકાજી મહિલાઓ ક્યાંથી બાળકોને સમય આપે? પરંતુ એક રિસર્ચમાં સાબિત થયું છે કે વર્કિંગ વુમન વધુ સારી રીતે સંતાનોને સાચવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરિયાત મહિલાઓ માટે બાળકો તેમની પ્રથમ પ્રાથમિકતા-
મહિલાઓની મુખ્ય બ્રાન્ડ તરીકે ફેમિનાનું નામ વિશ્વભરમાં જાણીતું છે. ફેમિનાએ ભારતીય મહિલાઓ પર ઓલ એબાઉટ વીમન ટેગ લાઇન હેઠળ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કામકાજી મહિલાઓ માટે બાળકો તેમની પ્રથમ પ્રાથમિકતા છે. પોતાના અતિવ્યસ્ત શિડ્યુલમાં પણ સતત બાળકોની જાણકારી મળી રહે તે રીતે તેમની સાથે રહે છે. આધુનિક નોકરિયાત માતાઓના જીવનના અનેક પહેલુની ઓળખ કરવામાં આવી. જેમાં રોજ-બરોજની વ્યક્તિઓ સાથેનો વ્યવહાર, જીવનશૈલી, આદતો, નવો સામાન ખરીદવાની શક્તિ, અંગત સંબંધો સહિત અનેક બાબતો મહત્વની છે. 


વર્કિંગ વુમન પોતાની લાઇફસ્ટાઇલને લઈને પણ સતર્ક રહે છે-
અન્ય મહિલાઓની સરખામણીમાં વર્કિંગ વુમન પોતાની લાઇફસ્ટાઇલને લઈને પણ સતર્ક રહે છે. એટલું જ નહીં, બાળકો અને પરિવારના સ્વાસ્થ્યને લઈને હંમેશાં ચીવટપૂર્વક ધ્યાન આપે છે. ઓછો સમય, બિઝી શિડ્યુલ અને વ્યસ્તતાવાળા ડેઇલી રૃટિન સામે પણ વર્કિંગ વુમન પોતાના બાળકો માટે કોઈ પણ પ્રકારનું સેક્રીફાઇઝ નથી કરતી. ઑફિસનો સમય, વ્યક્તિગત જીવનમાં તાલમેલ બેસાડીને ચાલે છે. જોકે મહિલાઓ પરિવાર, ઑફિસમાં સાથે કામ કરતા સહયોગીની સક્રિય મદદથી નોકરી 'ને અંગત જીવનમાં સારી રીતે સંતુલન બનાવી શકે છે.


વર્કિંગ વુમન મહિલાઓ પાસે એક જુદો જ પાવર હોય છે-
'મહિલાઓ પાસે એક જુદો જ પાવર હોય છે જેનો ઉપયોગ દરેક મહિલા નથી કરી શકતી. ઘણી મહિલાઓને માત્ર ઘર પરિવાર અને બાળકોને સાચવીને આનંદ મળે છે, જ્યારે ઘણી મહિલાઓને લાગે છે કે પોતે યોગ્ય છે તો બાળકોના ઉછેર સાથે પરિવારને આર્થિક મદદ પણ કરવી જોઈએ. અંતે જે પણ આવક થશે તેમાં પાછળથી બાળકોનું ઊજળું ભવિષ્ય બનશે. ખાસ કરીને વર્કિંગ વુમને પોતાના માઇન્ડને બંને રીતે સેટ કર્યું હોય છે. જ્યારે ઘરે હોય ત્યારે ગૃહિણી અને ઑફિસ અવરમાં વર્કિંગ વુમન તરીકે ફરજ નિભાવે છે અને એ વાતમાં જરાય બે મત નથી કે આજની વર્કિંગ વુમન પોતાનાં બાળકોના ઉછેરમાં સવિશેષ ધ્યાન રાખે છે.'


વર્કિંગ વુમનને અનેક પડકારોનો સામનો કર્યા વિના છૂટકો જ નથી-
નોકરી અને પરિવાર 'બંને જવાબદારી નિભાવવી થોડી અઘરી તો છે, પરંતુ જ્યારે તમારી સામે અનેક પડકારો હોય ત્યારે તેનો સામનો કર્યા વિના છૂટકો જ નથી. જે મહિલા પરિવાર માટે બાળકો માટે કામ કરે છે તે માત્ર વર્કિંગ વુમન નહીં, પરંતુ ગૃહિણી પ્લસ વર્કિંગ વુમન છે. ઘરના કામકાજ પૂર્ણ કરી તેને બહારની જવાબદારી નિભાવવાની છે. આવા સમયે પોતાનાં બાળકો માટે તેનાથી બેસ્ટ કોઈ જ ના વિચારી શકે, કેમ કે જ્યારે પોતાના બાળકને કોઈ અન્ય વ્યક્તિના સહારે છોડીને જવાનું હોય ત્યારે તે માતાને જ ખબર પડે છે કે તેની વેદના કેવી હોય છે. સંતાનોના સારા ભવિષ્યના ઘડતર માટે માતા કામ કરે તો તેના ઉછેરમાં ક્યાંથી તે પાછળ રહી શકે.'


હંમેશાં અથાગ પ્રયત્નોમાં રહેતી વર્કિંગ વુમન-
ઘર, પરિવાર, બાળકો, સામાજિક કામ અને દરેક વ્યવહાર-તહેવારોને પરફેક્ટ બનાવવા પોતાની ફરજ પૂર્ણ કરવા હંમેશાં અથાગ પ્રયત્નોમાં રહેતી મહિલાઓને તે તો વર્કિંગ વુમન છે, સંતાનોના ઉછેરની તેને શું ખબર કે પછી તેને શું, હમણા સમય થશે એટલે મેડમ ઑફિસ નીકળી જશે, કે પછી તેને તો બાળકોની પડી જ નથી, આવા શબ્દો બોલતાં પહેલાં એકવાર જરૃર વિચારો. જોકે વર્કિંગ વુમન એ ગૃહિણી બનીને બેવડી ભૂમિકા નિભાવે છે.