Glowing Skin: દરેક યુવતિ ગ્લોઈંગ અને શાઈનિંગ સ્કિન માટે હજારો રુપિયા ખર્ચે છે. પરંતુ તેમ છતાં તેની અસર લાંબો સમય ચહેરા પર દેખાતી નથી. મોંઘા બ્યુટી પ્રોડક્ટ અને પાર્લર પર ખર્ચા કરવાને બદલે તમે કેટલાક ઘરેલુ ઉપાયો કરીને પણ ત્વચાની સંભાળ લઈ શકો છો. આ ઘરેલુ ઉપાયો એવા છે જેનાથી ત્વચા પર તુરંત ગ્લો દેખાય છે. આજે તમને આવા જ ત્રણ ઘરેલુ ઉપાયો વિશે જણાવીએ જે તમારી ત્વચા પર તુરંત ગ્લો લાવશે અને ત્વચાને સુંદર બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે જે ફેસપેક વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઘરે ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તેનાથી તમારી ત્વચા પર 10 મિનિટમાં ગ્લો આવશે અને ત્વચા ચમકદાર બનશે. 


આ પણ વાંચો: Skin Care: ચહેરાની ચમક 10 મિનિટમાં વધારી દેશે કપૂર, બસ આ રીતે કરો તેનો ઉપયોગ


મસૂરની દાળ


તેના માટે 3 ચમચી મસૂર દાળને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેને સારી રીતે પીસી લો. ત્યારપછી તેમાં 1 ચમચી મધ, 1 ચમચી ગુલાબજળ અને અડધી ચમચી મલાઈ ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 5 મિનિટ હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ આ પેસ્ટને સુકાવા દો. 10 થી 15 મિનિટ પછી ચહેરો પાણીથી સાફ કરો.   


ઓટ્સનું ફેસપેક


ઓટ્સનું ફેસપેક બનાવવા માટે 3 ચમચી ઓટ્સનો પાવડર કરી લો અને તેમાં 1 કેળાની પેસ્ટ, 1 ચમચી મધ અને 1 ચપટી હળદર ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવો. 10 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.  


આ પણ વાંચો: Coconut Water: નારિયેળ પાણી ત્વચા માટે છે અમૃત સમાન, જાણો સ્કિનને થતા લાભ વિશે


ચણાના લોટનું ફેસપેક


ચણાના લોટનું ફેસપેક બનાવવા માટે 2 ચમચી ચણાના લોટમાં 1 ચમચી ચંદન પાવડર, અડધી ચમચી મલાઈ અને જરૂર પડે તો દૂધ ઉમેરી બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને પછી હળવા હાથે મસાજ કરી તેને કાઢો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)