Face Pack: ડ્રાયફ્રુટને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડ્રાયફ્રુટ ખાવાથી સ્વાસ્થ્યને જેટલા ફાયદા થાય છે એટલા જ ફાયદા ત્વચાને પણ થાય છે. જો તમે તમારા સ્કીન કેર રૂટિનમાં કેટલાક ડ્રાયફ્રુટના ફેસપેકનો સમાવેશ કરો છો તો તેનાથી ચહેરાની સ્કીન બેદાગ અને સુંદર બનશે. ત્રણ એવા ડ્રાયફ્રુટ છે જેને સ્કીન કેરમાં ઉપયોગમાં લઈ શકાય છે તેનાથી ચહેરો બેદાગ બને છે અને રિંકલ્સ તેમજ પીમ્પલ્સ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કયા ત્રણ ડ્રાયફ્રુટ છે જેનો ઉપયોગ ત્વચા પર કરવાથી તુરંત લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગથી 7 દિવસમાં ડેન્ડ્રફ થશે દુર, આજથી જ શરુ કરી દો ઉપયોગ


કિસમિસ અને દૂધ


કિસમિસનો ઉપયોગ કરવાથી સ્કીન પર ગ્લો આવે છે. સાથે જ ત્વચા યુવાન રહે છે. કિસમિસનો ફેસપેક બનાવવા માટે 8 થી 10 કિસમિસને દૂધમાં પલાળી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ લગાડો અને પછી ચહેરો સાફ કરી લો.


બદામનો ફેસપેક


બદામ પણ સ્કિન માટે ખૂબ જ સારી છે. તે વિટામિન ઈથી ભરપૂર હોવાથી ચહેરા પર ચમક લાવે છે. બદામના ફેસપેકનો ઉપયોગ કરવાથી સ્કીન ક્લિયર થાય છે. તેના માટે ચારથી પાંચ બદામને રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે અડધા કેળાની સાથે બદામની પેસ્ટ કરી લેવી. આ મિશ્રણને ચહેરા પર લગાડો અને 20 મિનિટ સુધી રહેવા દો. 


આ પણ વાંચો: Orange Peel:સંતરાની છાલ કચરો નથી પોષક તત્વોનો ખજાનો છે, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


અખરોટનું સ્ક્રબ


ત્વચા પરથી ડેડ સ્કીન દૂર કરવા માટે અખરોટનો ઉપયોગ કરવો જોઈએ. અખરોટનો ઉપયોગ કરીને તમે સ્ક્રબ બનાવી શકો છો તેનાથી ત્વચા સુંદર દેખાય છે અને ડાર્ક સ્પોટ દૂર થાય છે. તેના માટે અખરોટને ક્રશ કરી તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં મધ ઉમેરીને ચહેરા પર લગાડો અને પાંચથી દસ મિનિટ મસાજ કરો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)