Instant Glow: મધનો ઉપયોગ વર્ષોથી શરીરને હેલ્થી અને ત્વચાને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે. મધ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ શરીરની કોઈપણ તકલીફમાં કરી શકાય છે. મધનો ઉપયોગ કરીને વજનને કંટ્રોલ કરી શકાય છે અને તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. સૌથી વધુ ફાયદો મધ ત્વચાને કરે છે. મધનો ઉપયોગ કરવાથી ત્વચાને અંદરથી પોષણ મળે છે અને ત્વચાની રંગત નીખરે છે. ખાસ કરીને શિયાળામાં જ્યારે ત્વચા ડ્રાય થઈ જતી હોય છે ત્યારે મધના કેટલાક ફેસપેકનો ઉપયોગ રૂટીનમાં કરવાથી ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ખરતા વાળની સમસ્યાનું કાયમી સમાધાન છે આ 4 ઘરેલુ ઉપાય, એક પણ વાળ નહીં દેખાય કાંસકામાં


મધ કેવી રીતે કરે છે અસર ? 


મધમાં નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે શિયાળામાં ત્વચાની ડ્રાઇનેસને દૂર કરે છે. આ ઉપરાંત મધમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે જે સ્કીન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી સ્કીનની ડાર્કનેસ ઓછી થાય છે. નિયમિત રીતે તમે મધના આ અલગ અલગ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો: અદ્ભુત છે ભારતના આ 7 આઈલેન્ડ, એકવાર ફરવા જશો તો વારંવાર જવાની ઈચ્છા થશે


મધ અને હળદર 


તેના માટે એક વાટકીમાં એક ચમચી મધ અને એક ચપટી હળદર મિક્સ કરો. બંને વસ્તુને સારી રીતે ચહેરા પર અપ્લાય કરો. 15 થી 20 મિનિટ પછી હુંફાળા પાણીથી ત્વચાને સાફ કરો.


મધ અને મલાઈ


એક વાટકીમાં એક ચમચી મધ અને એક ચમચી મલાઈને સારી રીતે મિક્સ કરો. બંને વસ્તુને બરાબર રીતે હલાવી અને ચહેરા તેમજ ગરદન પર લગાડો. 20 મિનિટ પછી હળવા હાથે માલીશ કરો અને હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત તમે આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો: Hair Growth Mask: આ 2 હર્બ્સનો લેપ લગાવો વાળમાં, 30 દિવસમાં કમર સુધી લાંબા થશે વાળ


મધ અને ખાંડ


એક વાટકીમાં એક ચમચી મધ એક ચમચી દળેલી ખાંડ અને એક ચમચી નાળિયેર તેલને મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડી પાંચ મિનિટ મસાજ કરો અને દસ મિનિટ સુધી તેને રહેવા દો. ત્યાર પછી ફરીથી હળવા હાથે મસાજ કરીને નોર્મલ પાણીથી ચહેરો સાફ કરો. આ ફેસપેક ચેહરા પર જામેલી ગંદકી અને ડેડ સ્કિનને દૂર કરી દેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)