World Famous Chutneys: ભારતીય ઘરોમાં બનતી આ 3 ચટણી થઈ વર્લ્ડ ફેમસ, જાણો કેવી રીતે બને છે ચટાકેદાર ચટણીઓ
World Famous Chutneys: જૂન 2024 ની રેન્કિંગમાં ભારતીય ચટણીને 42 મું સ્થાન મળ્યું છે. જેમાં કાચી કેરીની ચટણીને 50 મું સ્થાન, લીલા ધાણાની ચટણીને 47 મું સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની 50 બેસ્ટ ડીપ્સમાં જે ત્રણ ચટણીનો સમાવેશ કરવામાં આવ્યો છે તે કેવી રીતે બને છે તે પણ જાણી લો.
World Famous Chutneys: ભારતીય ભોજનમાં ચટણીનું પોતાનું અલગ સ્થાન છે. ચટણી થોડી માત્રામાં ભોજન સાથે લેવામાં આવે છે પરંતુ તે ભોજનનો સ્વાદ બદલી જાય છે. ચટણી ખાવાથી ચટાકો આવી જાય છે. જોકે ચટણી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોય છે. ભારતીય ઘરોમાં અલગ અલગ પ્રકારની ચટણીઓ બને છે. હવે ભારતીય ઘરમાં બનતી ત્રણ ચટણીને દુનિયાની 50 સૌથી બેસ્ટ ડીપ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. ફુડ એન્ડ ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલસ દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દુનિયાના 50 સૌથી બેસ્ટ ડીપ્સની યાદી શેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં ભારતની ત્રણ ચટણીઓને પણ સામેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Hair Care Tips: વાળમાં મહેંદી લગાડવાથી એક, બે નહીં થાય છે આ 7 નુકસાન, જાણી લો આજે
જૂન 2024 ની રેન્કિંગમાં ભારતીય ચટણીને 42 મું સ્થાન મળ્યું છે. જેમાં કાચી કેરીની ચટણીને 50 મું સ્થાન, લીલા ધાણાની ચટણીને 47 મું સ્થાન અને બધી જ વસ્તુને મિક્સ કરીને બનાવવામાં આવતી ચટણીને 42 નું સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની 50 બેસ્ટ ડીપ્સમાં જે ત્રણ ચટણીનો સમાવેશ કરવામાં આવ્યો છે તે કેવી રીતે બને છે તે પણ જાણી લો.
ધાણાની ચટણી
આ ચટણી બનાવવા માટે સૌથી પહેલા લીલા ધાણાને પાણીથી ધોઈ અને બારીક સમારી લો. ત્યાર પછી મિક્સર જારમાં ધાણા સાથે થોડો ફુદીનો ઉમેરી લીલી ડુંગળી, આદુ અને લીલા મરચાંને સમારીને ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ ઉમેરી તેની પેસ્ટ બનાવી લો.
આ પણ વાંચો: Hair Fall: વાળને ખરતા અટકાવે છે આ યોગાસન, નિયમિત કરવાથી વાળ થાય છે કાળા અને લાંબા
કાચી કેરીની ચટણી
કાચી કેરીની ચટણી બનાવવા માટે કેરીને ધોઈ અને મોટા ટુકડામાં કાપી મિક્સર જારમાં રાખો. તેમાં બે લસણની કળી, લીલા મરચા, ધાણા અને ફુદીનાના થોડા પાન ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરી બધી જ વસ્તુને પીસી લો.
ટમેટાની ચટણી
ટમેટાની ચટણી અનેક ભારતીય ઘરમાં રોજ બનતી હોય છે. તેને બનાવવા માટે ટમેટાને ધોઈ અને ટુકડામાં સમારી લો. ત્યાર પછી એક કઢાઈમાં થોડું તેલ ઉમેરી ડુંગળી અને લસણને સાંતળી લો. તેમાં ટમેટા, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બે મિનિટ સાંતળી ઠંડું કરી મિક્સરમાં પીસી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)