Insect Bites: વરસાદી વાતાવરણમાં અલગ અલગ પ્રકારના જીવજંતુઓનો પ્રકોપ વધી જાય છે. વરસાદી જીવજંતુમાં કેટલાક જીવજંતુ એવા હોય છે જે કરડી જાય તો હાલત બગડી જાય છે. અ પ્રકારના જંતુ કરડી જાય તો ત્વચા પર બળતરા અને સોજો પણ થઈ જાય છે. આવા જીવજંતુ ફક્ત ખુલ્લા વાતાવરણમાં જ નહીં પરંતુ બાથરૂમમાં, ટોયલેટમાં, બેડરૂમમાં, ઓફિસમાં પણ હોય છે. જો તે કરડી જાય તો ઘણી વખત ત્વચાની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી લેતી હોય છે. તેવામાં જો જીવજંતુ કરડે તો સૌથી મોટી ચિંતા એ હોય છે કે તેનાથી થતી બળતરા અને સોજાથી મુક્તિ કેવી રીતે મેળવવી. આજે તમને ચોમાસામાં થતી આ સમસ્યાને દૂર કરવાના ઘરેલુ ઉપાય જણાવીએ. આચારમાંથી એક ઉપાય કરી લેશો તો પણ તમને જીવજંતુ ના ડંખથી થતી તકલીફથી રાહત મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Hair Growth Tips: ઝડપથી વાળને કમર સુધી લાંબા કરવા હોય તો ફોલો કરો આ ઘરગથ્થુ ઉપાય


વજનમાં કરવો હોય વધારો તો ફોલો કરો આ ઘરગથ્થુ નુસખા, 10 દિવસમાં શરીર દેખાશે હૃષ્ટપુષ્ટ


Skin Care: બેજાન ત્વચામાં આવી જશે ગ્લો, ચહેરા પર લગાવો દૂધથી બનેલા આ 4 ફેસપેક


બરફ લગાડો


જો તમને અચાનક જ કોઈ જીવજંતુ કરડી જાય અને બળતરા શરૂ થઈ જાય તો તે જગ્યા પર સૌથી પહેલા બરફ લગાડો. બરફ લગાડવાથી બળતરા શાંત થશે અને ખંજવાળ પણ નહીં આવે. બરફ લગાડી દેવાથી જીવ જંતુના ડંખનું ઝેર શરીરમાં અંદર જતું પણ અટકે છે.


લીંબુ ઘસો


જીવજંતુ કરડી જાય તો તે જગ્યા પર તમે લીંબુ પણ ઘસી શકો છો. લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે એન્ટી બેક્ટેરિયલ તરીકે પણ કામ કરે છે. લીંબુ ઘસવાથી ખંજવાળ અને બળતરા થી રાહત મળે છે.


ડુંગળી લગાડો


કેટલાક જીવજંતુ એવા હોય છે જે કરડે તો જગ્યા લાલ થઈ જતી હોય છે.જો આવી રીતે સ્કીન પર લાલ પેચ બની જાય તો તે જગ્યા પર ડુંગળી સમારીને ઘસો. ડુંગળીમાં રહેલું સલ્ફર કમ્પાઉન્ડ જીવજંતુના ડંખની અસરને ઓછી કરે છે અને ત્વચાની ખંજવાળ અને લાલાશને દૂર કરે છે. 


ચાવીથી સ્કીન પર મસાજ કરો


ઘણા જીવજંતુ એવા હોય છે જે ડંખ મારે તો પોતાનો ડંખ સ્કીનમાં જ છોડી દે છે જેના કારણે સ્કીન પર ખંજવાળ બળતરા અને સોજો આવવા લાગે છે. સ્કીનમાં રહેલા ડંખને દૂર કરવા માટે તમે તે જગ્યા પર ચાવી અથવા તો લોઢાની કોઈ વસ્તુથી મસાજ કરી શકો છો જેનાથી ડંખ નીકળી જાય છે અને સોજો પણ ઉતરવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)