Hair Fall Remedies: સતત વધતું પ્રદૂષણ અને જીવનશૈલી અને પોષણયુક્ત આહારના અભાવ વચ્ચે વાળની ​​સંભાળ કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તેનાથી વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ વધી જાય છે. વાળ સંબંધિત સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે ખરતાં વાળ. ખરતાં વાળની સમસ્યા યુવક-યુવતી બંને માટે ગંભીર સમસ્યા છે. કારણ કે ખરતાં વાળના કારણે માથામાં ટાલ પણ પડી શકે છે અને તેનાથી આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. તેથી વાળ ખરવાની શરુઆત થાય ત્યારથી જ વાળની ​​કાળજી લેવાની શરુઆત કરી દેવી જરૂરી છે. વાળ ખરવાની સમસ્યાને દુર કરવામાં કેટલાક ઘરેલું ઉપાય તમને મદદ કરી શકે છે. આજે તમને આવા જ ઉપાયો વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: અદ્ભુત છે ભારતના આ 7 આઈલેન્ડ, એકવાર ફરવા જશો તો વારંવાર જવાની ઈચ્છા થશે


ડુંગળીનો રસ


ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રચુર માત્રામાં સલ્ફર હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને વાળના મૂળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યામાંથી રાહત મળી શકે છે. જો તમે આ રસ રાત્રે વાળમાં લગાવી સવારે શેમ્પૂ કરો છો તો સૌથી વધુ ફાયદો થાય છે. 


મેથીના દાણા
મેથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની મદદથી વાળને ખરતા અટકાવી શકાય છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે. તેના માટે મેથીના પાવડરને નાળિયેર તેલમાં ઉમેરી બરાબર ઉકાળો. તેલ ઉકળી જાય પછી તેને ઠંડુ કરી ગાળી અને બોટલમાં ભરી લો. હવે આ તેલને તમારા વાળના મૂળમાં લગાવો. રાત્રે આ તેલ વાળમાં લગાડો અને બીજા દિવસે સવારે શેમ્પૂ કરી લો.


આ પણ વાંચો: Hair Growth Mask: આ 2 હર્બ્સનો લેપ લગાવો વાળમાં, 30 દિવસમાં કમર સુધી લાંબા થશે વાળ


એલોવેરા
વાળમાં એલોવેરા લગાડવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ જેલ લગાવવાથી વાળ સોફ્ટ બને છે. જેના કારણે વાળ ઓછા ખરે છે.


જાસૂદના ફૂલ
જાસૂદના ફૂલ વાળ માટે વરદાન છે. આ ફૂલને નાળિયેર તેલમાં ઉમેરી તેને ગરમ કરો. ત્યારપછી તેને ગાળી લો અને તેને ઠંડુ કરી ઉપયોગમાં લો. આ તેલ લગાવવાથી ખરતા વાળની સમસ્યા દુર થઈ જાય છે. તેનાથી વાળ સફેદ થતા પણ અટકે છે.


આ પણ વાંચો: સંતરાની છાલનો ઉપયોગ કરી આ રીતે ઘરે બનાવો ઓરેન્જ પીલ માસ્ક, 10 મિનિટમાં દેખાશે ગ્લો


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)