Tomato Price Hike: આ 4 વસ્તુ છે ટમેટાનો સસ્તો વિકલ્પ, રસોઈમાં ટમેટાને બદલે કરી શકો છો ઉપયોગ
Tomato Price Hike: મેટાનો વધતા ભાવથી ગૃહિણીઓના રસોડાનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. કારણ કે મોટાભાગની વસ્તુઓમાં ખટાશ માટે ટમેટાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જે રીતે ટમેટાનો ભાવ વધી રહ્યો છે તેને જોતાં ટમેટાનો ઉપયોગ કરતાં પહેલા વિચારવું પડે છે. ત્યારે આજે તમને એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જે ટમેટાનો સારો અને સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે.
Tomato Price Hike: દેશભરના રાજ્યોમાં ટમેટાના ભાવ 100 રૂપિયાથી પણ વધારે છે. કેટલાક શહેરોમાં ટમેટાનો ભાવ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ટામેટાના ભાવમાં થયેલો આ વધારો ગૃહિણીઓ માટે ચિંતાજનક છે. ટમેટાનો વધતા ભાવથી ગૃહિણીઓના રસોડાનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. કારણ કે મોટાભાગની વસ્તુઓમાં ખટાશ માટે ટમેટાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જે રીતે ટમેટાનો ભાવ વધી રહ્યો છે તેને જોતાં ટમેટાનો ઉપયોગ કરતાં પહેલા વિચારવું પડે છે. ત્યારે આજે તમને એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જે ટમેટાનો સારો અને સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે આ વસ્તુઓનો ઉપયોગ રસોઈમાં કરશો તો ટમેટાની જરૂર નહીં પડે.
ટમેટાને બદલે ખટાશ માટે ઉપયોગમાં લો આ વસ્તુઓ
આ પણ વાંચો:
આમલી
રસોઈમાં ખટાશ માટે તમે ટમેટાને બદલે આમલીનો ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે આમલી ટમેટાની સરખામણીમાં ખૂબ જ સસ્તી હોય છે. તમે એકવારમાં વધારે આમલી લઈને તેને સ્ટોર પણ કરી શકો છો અને જરૂર અનુસાર તેનો ઉપયોગ કરી શકો છો.
વિનેગર
કેટલીક વાનગીઓમાં તમે ટમેટાને બદલે વિનેગરનો ઉપયોગ કરી શકો છો વિનેગર પણ ટમેટા કરતાં સસ્તું છે અને સરળતાથી મળી રહે છે વિનેગર ઉમેરવાથી વાનગી નો સ્વાદ પણ વધી જાય છે.
શિમલા મિર્ચ
લાલ સીમલા મિર્ચ નો ઉપયોગ કરીને પણ તમે ટમેટાની ખામીને દૂર કરી શકો છો. આ મરચાં પણ ટમેટા કરતાં તો સસ્તા જ મળે છે અને તેના ઉપયોગથી વાનગીનો સ્વાદ પણ વધે છે.
આમચૂર પાવડર
ખટાશ માટે બેસ્ટ ઓપ્શન આમચૂર પાવડર પણ છે. દાળ શાકમાં તમે ખટાશ માટે આમચૂર પાવડર નો ઉપયોગ કરી શકો છો. આમચૂર પાવડરને પણ તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.