Skin Care: આપણી ત્વચા એક બહારી આવરણ જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યનો અરીસો પણ છે. જ્યારે પણ સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા હોય તો તેની અસર ત્વચા ઉપર પણ દેખાય છે. ખાસ કરીને કેટલીક ગંભીર બીમારીઓનો સંકેત ત્વચા પરથી પણ મળી શકે છે. જો ત્વચામાં આ ફેરફાર દેખાય તો તેને લઈને બેદરકાર ન રહેવું. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ કહે છે કે ત્વચાની મદદથી આપણે શરીરની અંદર શું થઈ રહ્યું છે તે પણ જાણી શકીએ છીએ, બસ જરૂરી હોય છે કે તમે સંકેતોને સમયસર સમજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: જમ્યા પછી તુરંત ન કરવા આ 5 કામ, શરીરને થાય છે ગંભીર નુકસાન


જો તમારી ત્વચામાં કેટલાક ફેરફાર અચાનક જોવા મળે તો સમજી લેવું કે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. જેમકે ત્વચાના રંગમાં કોઈ ફેરફાર થાય, ત્વચા જાડી કે પાતળી થઈ જાય, ત્વચા પર ખંજવાળ કે ફોડલીઓ દેખાવા લાગે તો તેને લઈને બેદરકાર ન રહો અને તુરંત જ નિષ્ણાંતની સલાહ લઈને સારવાર શરૂ કરો. 


ત્વચા પર દેખાય છે આ ગંભીર બીમારીઓની અસર


હાયપો-થાઇરોડીઝમ


આ સમસ્યામાં થાઇરોડની ગ્રંથિ પૂરતા પ્રમાણમાં હોર્મોન્સનું ઉત્પાદન કરતી નથી અને જેના કારણે ત્વચા પર ડ્રાયનેસ, ત્વચા પાતળી થઈ જવી, ત્વચાનો રંગ બદલી જવો, વાળ ખરવા અને નખ તૂટવા જેવી સમસ્યાઓ થાય છે. 


આ પણ વાંચો: વજન ઘટાડવાથી લઈને અનેક લાભ કરે છે બથુવાની ભાજી, શિયાળામાં ખાવી અચૂક


ડાયાબિટીસ


ડાયાબિટીસ પણ એવી સમસ્યા છે જેની અસર ત્વચા પર દેખાય છે. જ્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું નથી ત્યારે બ્લડ સુગરનું લેવલ વધી જાય છે. આ સ્થિતિમાં ત્વચા પર ખંજવાળ આવવી, ત્વચા જાડી થઈ જવી, પગની આંગળીઓની ત્વચા કાળી પડી જવી, ત્વચા પર નિશાન થઈ જવા જેવા સંકેત જોવા મળે છે.


કિડનીની સમસ્યા


જો કિડનીમાં કોઈ સમસ્યા હોય તો ત્વચાનો રંગ બદલી જાય છે, ત્વચા પીળી પડી જાય છે, ત્વચા પર ડાઘ દેખાવા લાગે છે અને ત્વચા રફ થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કે કિડની શરીરમાંથી ગંદકીને બહાર કરી શકતી નથી અને રક્તમાં જમા થયેલી ગંદકીની અસર ત્વચા પર દેખાવા લાગે છે.


આ પણ વાંચો: દોડધામ વચ્ચે સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ 3 આસન છે બેસ્ટ, 10 મિનિટ કરવાથી મળશે શાંતિ


આંતરડાની સમસ્યા


આંતરડામાં જ્યારે બેક્ટેરિયા વધી જાય તો તે ત્વચાને પણ અસર કરે છે. જ્યારે આંતરડા બરાબર કામ કરતા નથી તો સરાઈસીસ, એક્ઝીમા, ડ્રાઇનેસ, હોઠની આસપાસ ફોડલી થવી, ખીલ થવા, ત્વચા પર કરચલીઓ પડવા જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)