Weight Loss Tips: અનિયમિત જીવનશૈલી અને ખાવા-પીવાની ખોટી આદતોના કારણે વજન ઝડપથી વધી જાય છે. વજન વધવાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા પેટ અને કમરના ભાગે ચરબી જામવા લાગે છે. આ રીતે વધેલી ચરબી દેખાવને પણ ખરાબ કરે છે. જો તમે પણ બેલી ફેટથી પરેશાન છો અને ઝડપથી પેટ અને કમરની ચરબી ઉતારવા માંગો છો તો આજે તમને કેટલાક સરળ ઉપાય વિશે જણાવીએ. આ સરળ ઉપાય કરીને તમે પેટની ચરબીથી થોડા જ દિવસોમાં મુક્તિ મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવા માટેની અસરકારક ટિપ્સ


આ પણ વાંચો: Skin Care: ટમેટાથી એકવારમાં દુર થશે સ્કીન ડાર્કનેસ, જાણો કઈ વસ્તુ સાથે કરવો ઉપયોગ


નેચરલ સુગરનો કરો ઉપયોગ


ખાંડનું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે તેનાથી બચવા માટે સૌથી પહેલા તો આહારમાં નેચરલ સુગરનો સમાવેશ કરો. જેમકે ફળ અને ડ્રાયફ્રુટમાં નેચરલ શુગર હોય છે. જ્યારે પણ તમને કોઈ મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ થાય ત્યારે નેચરલ સુગર ધરાવતી વસ્તુઓનું સેવન કરો.


જીરાનું પાણી


જીરાનું પાણી પીવાથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ શકે છે. જો રોજ સવારે તમે ખાલી પેટ જીરાનું પાણી પીવાનું રાખશો તો પેટની ચરબી પણ ઝડપથી ઉતરવા લાગશે.


આ પણ વાંચો: આ આદતોના કારણે નાની ઉંમરમાં ચહેરા પર પડી જાય છે કરચલીઓ, 30 ની ઉંમરે પણ દેખાશો વૃદ્ધ


લીંબુ પાણી


વજન ઘટાડવા માટે સૌથી વધારે લીંબુનું સેવન કરવામાં આવે છે. રોજ સવારે હુંફાળા પાણીમાં થોડા ટીપા લીંબુ અને મધ ઉમેરીને પીવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થવા લાગે છે.


આ પણ વાંચો: Weight Loss: આ સફેદ દાણાની મદદથી ઝડપથી ઘટાડી શકો છો વજન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


પૂરતા પ્રમાણમાં પીવું પાણી


વજન ઘટાડવા માટે સૌથી વધારે જરૂરી છે કે તમે શરીરને હાઇડ્રેટ રાખો. વજન વધવાનું મુખ્ય કારણ ભૂખ લાગવાનું પણ હોય છે.  ડિહાઇડ્રેશનના કારણે અનહેલ્ધી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે જેના કારણે પેટ વધવા લાગે છે. આવી સ્થિતિમાં દિવસ દરમિયાન જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો ભૂખ પણ ઓછી લાગશે અને શરીર હાઇડ્રેટ રહેશે.


આ પણ વાંચો: Skin Care: પડ્યા કે વાગ્યા પછી ત્વચા પર પડેલા કાળા નિશાનને દૂર કરવા અજમાવો આ ટિપ્સ


નાળિયેર તેલ


વજન ઘટાડવા માટે કુકિંગ ઓઈલમાં ફેરફાર કરવો પણ જરૂરી છે. જો તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છો તો નાળિયેર તેલનો કુકિંગ ઓઇલ તરીકે ઉપયોગ શરૂ કરો તેનાથી શરીરની ચરબી ઝડપથી ઓછી થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)