Beauty Tips: ગણેશ ચતુર્થી સાથે જ તહેવારોની ધૂમ શરૂ થઈ જશે. એક પછી એક તહેવારો આવશે. ગણેશ મહોત્સવ પછી નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ જશે. તહેવારો દરમિયાન દરેક યુવતીને સોળ શણગાર સજીને તૈયાર પણ થવું હોય છે. પરંતુ તેમના પર અન્ય જવાબદારીઓ પણ હોય છે જેથી તેમને વધારે સમય મળતો નથી. ગૃહિણી હોય કે વર્કિંગ વુમન તેમની પાસે પોતાની કાળજી લેવા માટેના સમયનો હંમેશા અભાવ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય


ત્યારે આજે તમને કેટલીક સિમ્પલ બ્યુટી ટ્રિક્સ જણાવી દઈએ. આ સિમ્પલ ટીપ્સને ફોલો કરીને તમે માત્ર 30 મિનિટમાં જ સુંદર અને ગ્લોઇંગ ત્વચા મેળવી શકો છો. તહેવારોની આ સિઝનમાં આ 5 સરળ બ્યુટી ટિપ્સ તમને ખૂબ જ કામ આવશે. માત્ર 30 મિનિટમાં સુંદર ત્વચા મેળવવા માટે વધારે કંઈ જ કરવાની જરૂર નથી તમારે નીચે દર્શાવેલા પાંચ સ્ટેપને ફોલો કરવાના છે.


ડેડ સ્કીન સાફ કરો


બે ચમચી કાચા દૂધમાં એક ચપટી મીઠું મિક્સ કરો અને આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડી પાંચ મિનિટ માલિશ કરો. ત્યાર પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ત્વચાની ડેડ સ્કીન સાફ થઈ જશે. 


આ પણ વાંચો: Juices: પેટ, કમર અને સાથળની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે, રોજ સવારે પીવા લાગો આ જ્યુસ


ત્વચાને એક્સફોલિયેટ કરો 


ડેડી સ્કીન સાફ કર્યા પછી સ્કીનને એક્સફોલિયેટ કરવી જરૂરી છે જેથી સ્કિનની અંદર રહેલી ગંદકી નીકળી જાય. અને ત્વચા પર નેચરલ ગ્લો દેખાય. તેના માટે ચણાના લોટમાં મધ મિક્સ કરો અને પછી ચહેરા અને ગરદન પર આ મિશ્રણને 15 મિનિટ માટે લગાવો. 15 મિનિટ પછી હળવા હાથે મસાજ કરીને મિશ્રણને સાફ કરી લો. 


આ પણ વાંચો: Kitchen Tips: વરસાદી વાતાવરણમાં ખાંડમાં મુકો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, ભેજ નહીં લાગે


ફેસપેક 


મુલતાની માટીમાં થોડું ગુલાબજળ અને ગ્લિસરીન મિક્સ કરી આ મિશ્રણને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. 20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો. 


ટોનર 


ત્વચા પર ટોનર લગાવવું પણ જરૂરી છે. તમે માર્કેટમાંથી તૈયાર ટોનર ખરીદી શકો છો અથવા તો કાકડીને ખમણી તેનો રસ કાઢીને ચહેરા પર લગાડી શકો છો. 10 મિનિટ પછી ચહેરાને સાફ કરી લેવો. 


આ પણ વાંચો: Rain Insects:વરસાદી પાણી સાથે ઘરમાં ઘુસી ગયેલા જીવજંતુઓનો સફાયો કરો ઘરની આ 4 વસ્તુથી


મોઈશ્ચરાઈઝર


આ સિવાય રોજ રાત્રે સ્કિનને માફક આવતું હોય તેવું મોઈશ્ચરાઈઝર ચહેરા પર અપ્લાય કરવું જોઈએ. મોઈશ્ચરાઈઝરને આખી રાત સ્કીન પર રહેવા દેવું. સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોવો. તમે જોશો કે તમારા ચહેરા પર કુદરતી ગ્લો વધી રહ્યો છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)