Tips to reduce AC bill: ભારતના ઘણા વિસ્તારોમાં હવે પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એટલે કે લોકોને આકરી ગરમી સહન કરવી પડે છે. આવી સ્થિતિમાં હવે ઘરોમાં એસી અને કુલરનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, AC ચલાવવાનો ખર્ચ કુલરની તુલનામાં વધુ છે કારણ કે તે વધુ વીજળી વાપરે છે. મોટા ભાગના લોકો તેમના ઘરોમાં રાતના સમયે એસી ચાલુ રાખે છે જેથી સારી ઊંઘ આવે. જો તમે પણ આખી રાત AC ચાલુ રાખીને સૂઈ જાઓ છો અને વીજળીનું બિલ વધુ આવે છે. તો અહીં અમે તમને કેટલીક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે બિલ ઘટાડી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AC ને યોગ્ય તાપમાન પર રાખોઃ AC ને ક્યારેય પણ સૌથી ઓછા તાપમાન પર ન રાખવું જોઈએ. લોકોને લાગે છે કે ACને 16 કે 18 ડિગ્રી પર રાખવાથી સારી ઠંડક મળે છે. પરંતુ, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) અનુસાર, માનવ શરીર માટે આદર્શ તાપમાન 24 છે. આવી સ્થિતિમાં તાપમાન 24 પર રાખો, આનાથી વીજળીની પણ ઘણી બચત થશે. ઘણા અભ્યાસોમાં એ વાત પણ સામે આવી છે કે તાપમાનમાં એક ડિગ્રી વધારો કરીને 6 ટકા સુધી વીજળી બચાવી શકાય છે.


આ પણ વાંચો:
હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો ભારત, ચીનને છોડ્યું પાછળ, UN રિપોર્ટ
યુવરાજસિંહનો હુંકાર! 'મારી ધરપકડ માટે હું તૈયાર છું, પહેલાં પણ જેલમાં રહી ચુક્યો છું
સમગ્ર દેશમાં ગરમીનો પારો ઊંચકાયો, આકરી ગરમીનો કહેર; અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ


સર્વિસિંગનું ધ્યાન રાખો: જો તમે છેલ્લી સિઝનમાં એસીનો ઉપયોગ કર્યો હોય અને શિયાળાની ઠંડીમાં એસી બંધ રહે. પછી જો તમે સર્વિસિંગ વિના તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જેથી વીજળીનું બિલ વધુ આવી શકે છે. કારણ કે, લાંબા સમય સુધી AC બંધ રહેવાથી તેમાં ધૂળ અને કણો ભરાઈ ગયા હશે.. આવી સ્થિતિમાં, મશીનને ઠંડક માટે વધુ મહેનત કરવી પડે છે.


દરેક દરવાજો અને બારી બંધ કરોઃ એસી ચાલુ કરતા પહેલાં તે રૂમનો દરેક દરવાજો અને બારી બંધ કરવાનો પ્રયાસ કરો. જેથી ગરમ હવા અંદર ન આવે અને ઠંડી હવા બહાર ન જાય. નહીંતર તમારા AC ને વધુ કામ કરવું પડશે અને વીજળીનું બિલ વધારે આવશે.


સ્લીપ મોડનો ઉપયોગ કરોઃ આજકાલ મોટાભાગના એસી સ્લીપ મોડ ફીચર સાથે આવે છે. તેઓ આપમેળે તાપમાન અને ભેજને સમાયોજિત કરે છે. આવી સ્થિતિમાં આ મોડ 36 ટકા વીજળી બચાવવામાં પણ મદદ કરે છે.


પંખાનો ઉપયોગ કરો: જ્યારે તમે એસી સાથે પંખાનો ઉપયોગ કરો છો, ત્યારે તે રૂમના દરેક ખૂણેથી એસી હવાને ફેરવે છે. આ રૂમને ઠંડુ રાખે છે. ઉપરાંત, તમારે ACનું તાપમાન ઘટાડવાની અને વીજળી બચાવવાની જરૂર નથી.


આ પણ વાંચો:
સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
અમદાવાદીઓ માટે ખુશખબરી! મેટ્રો ટ્રેન સેવામાં કરાયો વધારો, જાણો નવો ટાઈમ
ગુજરાતમાં વકરી રહ્યો છે રોગચાળો, વધી રહ્યાં છે તાવ, શરદી-ખાંસી અને ઝાડા-ઉલ્ટીના કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube