Infertility Causes: સ્ત્રી અને પુરુષ બંને માટે વંધ્યત્વનું કારણ બને છે આ 6 આદતો
Infertility Causes: આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ઘણા ફાયદા પણ થાય છે પરંતુ આ જીવનશૈલીની કેટલીક ખરાબ આદતો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરે છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિને લઈને આજના સમયમાં મોટાભાગના કપલને સમસ્યાઓ જોવા મળે છે. તેનું કારણ છે સ્ત્રીઓ અને પુરુષોમાં વધતી ઈન્ફર્ટિલિટી.
Infertility Causes: આપણી આસપાસનો માહોલ સતત બદલી રહ્યો છે. તેનું કારણ છે લોકોની જીવનશૈલી બદલી રહી છે અને આધુનિક થઈ રહી છે. આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ઘણા ફાયદા પણ થાય છે પરંતુ આ જીવનશૈલીની કેટલીક ખરાબ આદતો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરે છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિને લઈને આજના સમયમાં મોટાભાગના કપલને સમસ્યાઓ જોવા મળે છે. તેનું કારણ છે સ્ત્રીઓ અને પુરુષોમાં વધતી ઈન્ફર્ટિલિટી. સંતાન પ્રાપ્તિમાં માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષોને પણ સમસ્યાઓ નડે છે. આવી સમસ્યા થવાનું મુખ્ય કારણ છ આદતો છે. આજે તમને જણાવીએ એવી છ આદતો વિશે જે વંધ્યત્વ માટે જવાબદાર છે.
ધુમ્રમાન કે તમાકુનું સેવન
ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવાથી લીવર અને ફેફસાંને નુકસાન થાય છે સાથે જ તેનાથી હોર્મોનના સ્તરમાં પણ ફેરફાર થાય છે. સાથે જ આ આદત પ્રજનન પ્રણાલીને પણ નુકસાન કરે છે તેના કારણે પુરુષો અને મહિલાઓની ફર્ટીલિટી ઓછી થઈ જાય છે.
આ પણ વાંચો:
કપડા પર પડી ગઈ ચા ? ચિંતા ન કરો આ ટીપ્સની મદદથી 10 મિનિટમાં દુર કરો ચાના જીદ્દી ડાઘ
ખરતાં વાળની ચિંતાને દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, 7 દિવસમાં જોવા મળશે અસર
Get Rid Of Spider: ઘરમાંથી કરોળિયાનો સફાયો કરવો હોય તો ટ્રાય કરો આ 6 સરળ નુસખા
દારૂનું સેવન
દારૂનું સેવન કરવાથી પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા પ્રભાવિત થાય છે. સાથે જ જો મહિલા પણ દારૂનું સેવન કરતી હોય તો ઓવલ્યુશન અને ફર્ટિલિટી પ્રભાવિત થાય છે.
વધારે વજન
ઈન્ફર્ટિલિટી નું ત્રીજું કારણ વધારે વજન છે.. વજન વધે છે તો તેનાથી ઇન્ફર્ટિલિટી નું જોખમ પણ વધે છે. વધારે વજન ના કારણે બ્લડ સુગર અને હાર્ટની બીમારી થવાનું જોખમ પણ વધે છે. તેનાથી હોર્મોનના સ્તરમાં પણ ફેરફાર થાય છે.
ખરાબ આહાર
જે લોકો આહારમાં ફેટ, પ્રોસેસ ફૂડ અને ફાસ્ટ ફૂડનું વધારે સેવન કરે છે તેમના શરીરમાં પોષક તત્વોની ઉણપ રહી જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓ અને પુરુષો બંનેની ફર્ટીલિટી પ્રભાવિત થાય છે.
બેઠાડું જીવનશૈલી
જે લોકોની જીવનશૈલી બેઠાડું હોય છે એટલે કે તેઓ મોટાભાગનો સમય એક જગ્યાએ બેસીને પસાર કરતા હોય અને શારીરિક શ્રમનો અભાવ હોય તેવી મહિલાઓમાં અને પુરુષોમાં ફર્ટીલિટી ઘટી જાય છે.
સ્ટ્રેસ
સ્ટ્રેસ એ પ્રજનન ક્ષમતા માટે સૌથી મોટો દુશ્મન છે. તેના હોર્મોન્સ સંતુલન બાધિત થાય છે અને મહિલાઓમાં ઓવેલ્યુશન અને પુરુષોમાં સ્પર્મનું ઉત્પાદન ઘટી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)