શહેરીજનોમાં કેમ વધી રહી છે પાચન સંબંધિત સમસ્યાઓ, શું કહે છે સર્વેના તારણો?
સર્વેમાં સામે આવ્યું છે કે શહેરોમાં દર 10માંથી 7 વ્યક્તિને પાચન સંબંધી કે પેટની સમસ્યા છે. ખાવા-પીવાની કેટલીક આદતોને કારણે પેટ ખરાબ થઈ શકે છે. સર્વેમાં સામેલ લગભગ 67 ટકા લોકોએ માન્યું કે જીવનશૈલી બદલવાથી ફાયદો થાય છે.
દેશમાં કરાયેલા એક સર્વેનું માનીએ તો દર 10માંથી 7 વ્યક્તિ પાચનને લગતી સમસ્યાથી પીડાય છે. જેમનું પેટ ખરાબ છે, તેમને બીજી સમસ્યા પણ હોય છે. જે લોકોમાં પેટની સમસ્યા જોવા મળી છે, તેમનામાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ જોવા મળી છે. જેમાં વધુ પડતી ચિંતા, નબળી યાદશક્તિ અને ઝડપથી મૂડમાં બદલાવ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.
ફાર્મ ફ્રેશ ટુ હોમ બ્રાન્ડ કન્ટ્રી ડીલાઈટે ઈન્ડિયન ડાઈટેટિક એસોસિએશન, મુંબઈ સાથે મળીને આ સર્વે કર્યો છે. ‘Gut Health Survey’નામનું આ સર્વેક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્લી, મુંબઈ અને બંગલુરુના 2017 લોકોએ ભાગ લીધો હતો. સર્વેમાં સામેલ મહિલા અને પુરુષોની ઉંમર 25થી 50 વર્ષ છે.
10માંથી 7 વ્યક્તિને પેટની સમસ્યા
આ સર્વેમાં સામે આવ્યું છે કે શહેરોમાં દર 10માંથી 7 વ્યક્તિને પાચન સંબંધી કે પેટની સમસ્યા છે. 59% લોકો સાપ્તાહિક અને 12% લોકો દરરોજ પેટ ખરાબ થવાની ફરિયાદ કરે છે. 80% લોકો માને છે કે પાચન/પેટના સ્વાસ્થ્યની સમસ્યાઓ જીવનશૈલી સાથે જોડાયેલી લાંબા સમયની બિમારીઓ બની શકે છે. સારી વાત એ છે કે, આ સમસ્યાથી બચવા 60 ટકાથી વધુ લોકોએ પોતાના આહારમાં ફેરફાર કર્યા છે.
જંક ફૂડનું સેવન
સર્વેમાં સામે આવ્યું છે કે ખાવા-પીવાની કેટલીક આદતોને કારણે પેટ ખરાબ થઈ શકે છે. સર્વેમાં સામેલ અંદાજે 63 ટકા લોકોએ કહ્યું કે તેઓ દર સપ્તાહે જંક, પ્રોસેસ્ડ અથવા પેકેજ્ડ ફૂડ ખાય છે, આમાંથી 68 ટકા લોકોને પેટની સમસ્યા છે. 66 ટકા લોકો માને છે કે ફાસ્ટ/જંક ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ પાચન કે પેટની સમસ્યાઓ માટે જવાબદાર છે. જે દિવસે તેમણે આ પ્રકારનો ખોરાક ટાળ્યો તે દિવસે તેમને પેટની સમસ્યા ઓછી થઈ. સર્વેમાં સામેલ લોકોએ સ્વીકાર્યું કે પેટ અને મન વચ્ચે કંઈક સંબંધ છે. 59% લોકોએ યાદશક્તિ ઘટી હોવાની ફરિયાદ કરી છે. આટલું જ નહીં તેમનો મૂડ પણ સતત બદલાય છે. આ લોકોને કામ કરવામાં ઉર્જાનો અનુભવ નથી થતો. આ પ્રકારની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા તે લોકો કરતા વધુ છે જેમને વારંવાર પાચનની સમસ્યા રહે છે.
આ પણ વાંચો:
રામનવમી પર અનેક ઠેકાણે શોભાયાત્રાઓ પર હુમલો, આજે જુમ્મા પર પોલીસનું અલર્ટ
'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'
રાશિફળ 31 માર્ચ: આ જાતકોને આજે દરેક કાર્યમાં મળશે જીત, વિદેશથી સારા સમાચાર મળશે
રોગોનું કારણ જંક ફૂડ
પેટના સ્વાસ્થ્યને ખરાબ કરતા જંક/પ્રોસેસ્ડ/પેકેજ્ડ ફૂડ તણાવ/ચિંતા માટે પણ જવાબદાર છે. જે સાબિત કરે છે કે પેટ અને મન વચ્ચે મજબૂત જોડાણ છે તેમજ પાચન/પેટની સમસ્યાઓ ઘણા બિનચેપી રોગોને નોંતરી શકે છે. જેમાં સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનો સમાવેશ થાય છે. ભેળસેળયુક્ત ખોરાકથી કેન્સર થવાનું જોખમ પણ છે.
આદતોમાં ફેરફાર કરતા સુધારો દેખાયો
સર્વેમાં સામેલ લગભગ 67 ટકા લોકોએ માન્યું કે જીવનશૈલી બદલવાથી ફાયદો થાય છે. જેમણે પોતાની જીવનશૈલી બદલી, શારીરિક પ્રવૃત્તિ શરૂ કરી અને ખાવાની આદતો બદલી, તેમને પાચન સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ. 10 માંથી 4 વ્યક્તિનું માનવું છે કે કેમિકલમુક્ત અને તાજી ચીજવસ્તુઓ ખાવાથી પાચન સંબંધિત કે પેટની સમસ્યાઓને રોકવામાં મદદ મળી શકે છે.
ચિંતા વધતા ઊંઘ ઓછી થાય છે
આધુનિક જીવનશૈલીને કારણે લોકોમાં તણાવ પણ વધ્યો છે. ચિંતામાં વધારો થતા લોકોને ઊંઘમાં પણ તકલીફ પડે છે. રાત્રે સૂતી વખતે ઊંઘમાં મોડું થવું, ઊંઘ આવ્યા પછી પણ ઊંઘ ઉડી જવી, પછી લાંબા સમય સુધી ઊંઘ ન આવવી જેવા લક્ષણો સામાન્ય છે. આ સર્વેમાં સામેલ અડધાથી વધુ લોકોએ આ સમસ્યાઓ નિયમિતપણે અનુભવી છે.
મહિલાઓમાં પણ સમસ્યા જોવા મળી
ઉર્જાનો અભાવ મહિલાઓમાં સૌથી સામાન્ય સમસ્યા છે. સર્વેમાં સામેલ 41 ટકા મહિલાઓ નિયમિતપણે આ સમસ્યાનો અનુભવ કરે છે. મૂડમાં ફેરફાર પણ એક મોટી સમસ્યા છે અને 40% મહિલાઓ તેનો નિયમિતપણે અનુભવ કરે છે. 39% મહિલાઓએ સ્વીકાર્યું છે કે કંટાળો આવવો સામાન્ય સમસ્યા છે. 34% મહિલાઓ નિયમિતપણે ચિંતા અનુભવે છે.
આ પણ વાંચો:
મચ્છર ભગાડનારી કોઈલ સળગાવીને સૂતો હતો પરિવાર, શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત
બિલકુલ મફતમાં ક્યારે,ક્યાં અને કેવી રીતે જોઈ શકશો IPLમેચનું Live Streaming
ગુજરાતમાં વધતા કોરોના કેસથી ફફડાટ : એરપોર્ટ પર નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube