Salt Side Effects: વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી બ્લડપ્રેશર અને હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ વધી શકે છે. આ વાત તો આજ સુધીમાં તમે પણ સાંભળી હશે. પરંતુ તાજેતરમાં એક સંશોધન થયું છે અને તેમાં સામે આવ્યું છે કે વધારે મીઠું ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે મીઠું વધારે ખાવાથી મેઈન ઈમ્યૂન રેગ્યુલેટરીની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. મેઈન ઈમ્યૂન રેગ્યુલેટરી કે સુનિશ્ચિત કરે છે કે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનું નિયંત્રણ યોગ્ય રીતે થાય. જો તમે વધારે મીઠું કે ઉપરથી મીઠું ખાવ છો તો આ સેલ્સની એનર્જી બાધિત થાય છે જેના કારણે થોડીવાર માટે તે એકદમ નિષ્ક્રિય થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારે મીઠું ખાવાથી ઇમ્યુમ સેલ્સમાં મેટાબોલિઝમ અને એનર્જીને સંતુલન કરવાનું અટકી જાય છે. તેને મોનોસાઇટ અને મેક્રોફેસ કહેવાય છે. જે ઇમ્યુન સિસ્ટમને બરાબર રીતે કામ કરતા અટકાવે છે. આ સિવાય મીઠું માઈટોકોન્ડ્રિયામાં પણ ખરાબીનું કારણ બને છે. 


આ પણ વાંચો:


માત્ર 2 રૂપિયાનો થશે ખર્ચ અને શરીરમાંથી ઓગળીને નીકળી જશે Bad Cholesterol


રસોડામાં રહેલા આ મસાલાનો ઉપયોગ કરીને ચહેરાને નિખારી શકો છો, જાણો વિગત


ઘરે બનાવો Hair Smoothing Cream, પાર્લરમાં જઈ નહીં કરવો પડે હજારો રુપિયાનો ખર્ચ


વધારે મીઠું ખાવાથી થતા નુકસાન


- વધારે મીઠું ખાવાથી શરીરના આંતરિક ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. તેના કારણે બ્લોટીંગ અને શરીરમાં સોજા વધી શકે છે.


- વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારી તેમજ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. 


- વધારે મીઠું ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધે છે.


- જાણીને નવાઈ લાગશે પરંતુ જો તમે વધારે મીઠું ખાઓ છો તો તમારા યૌન જીવન પર પણ પ્રભાવ પડે છે.


- વધારે મીઠું ખાવાથી કિડનીને પણ નુકસાન થાય છે. જો તમે લાંબા સમય સુધી વધારે મીઠું ખાશો તો કિડની ફેલ થવાનું કારણ પણ મીઠું બની શકે છે.


- વધારે મીઠું ખાવાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઈ શકે છે.