Fitkari Ke Totke : સફેદ પથ્થર જેવી દેખાતી આ વસ્તુ છે ફટકડી. ફટકડીના કેટલાક ઉપાયો એવા છે જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે. ખરાબ સ્થિતિને બદલી શકે છે. આ સરળ ઉપાયો તમારા જીવનને ખુશીઓથી ભરી શકે છે. જાણો કેટલાક સરળ અજમાવવા જેવા ટોટકા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતમાં સુરક્ષા 
ફટકડાના ટુકડાને ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્ત પર અપામાર્ગ છોડના મૂળિયા અને કોલસાના ટુકડા સાથે એક કાળા કપડાંમાં બાંધી લો અને પોતાના ગાડીના ક્લોક વાઈઝ 7 ચક્કર કાપો. ત્યારબાદ આ ફટકડીવાળા કપડાને ગાડીમાં જ ક્યાંક રાખી દો તો અચાનક થનારા અકસ્માતોથી રક્ષા થાય છે એવું માનવામાં આવે છે. 


કરજમાંથી અપાવે છે મુક્તિ
ફટકડી અને સિંદૂરને પાંદડામાં બાંધીને પીપળાના ઝાડ નીચે કોઈ મોટા પથ્થર નીચે દબાવી દો. ત્રણ બુધવાર આ ઉપાય કરવાથી મોટામાં મોટા કરજમાંથી મુક્તિ મળે છે. પરંતુ આ માટે તમારે કર્મ છોડવા જોઈએ નહીં. 


ખરાબ સપના
બેડ નીચે કાળા કપડામાં ફટકડી બાંધી લો જેનાથી ખરાબ સપના આવવાના બંધ થઈ જશે. સમયાંતરે આ ફટકડી બદલતા રહો જેથી કરીને તેની અસર જળવાઈ રહે. બાળકો આરામથી સૂઈ શકે. મંગળવાર કે પછી રવિવારે આ ઉપાય અજમાવવાથી રાહત મળશે. 


આર્થિક પ્રગતિ માટે 
દુકાન કે ઓફિસમાં કાળા કપડાંમાં બાંધીને ફટકડીને લટકાવી દો તો હંમેશા ધનની આવક જળવાઈ રહેશે અને નુકસાન ઓછામાં ઓછું થશે. 


કૌટુંબિક વિવાદ
પરિવારમાં મુખિયાના પલંગ નીચે એક પાણીનો લોટો ભરીને રાખો. જેમાં ફટકડીનો એક ટુકડો પડ્યો હોય. અને સવાર ગુરુમંત્ર કે ઈષ્ટદેવનું નામ લઈને આ જળ પીપળાના ઝાડને ચડાવો. 


નકારાત્મકતાનો નાશ
ફટકડીને એક વાટકીમાં ભરીને બાથરૂમમાં રાખો. સમયાંતરે તેને બદલતા રહો જેથી કરીને નકારાત્મકતાનો જેમ બને તેમ જલદી સફાયો થઈ શકે. તમે ઘરના દરવાજા પાસે પણ ફટકડી રાખીને તમારી સુરક્ષા કરી શકો છો. કે પછી 50 ગ્રામ ફટકડીને દરેક રૂમમાં રાખો અને વાસ્તુદોષની પરેશાની દૂર કરો. 


ફટકડીનો સૌથી સરળ ઉપાય છે ફટકડીના પાણીથી સ્નાન કરવું અને ફટકડીથી દાંત સાફ કરવા. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ક્યારેય ધનની કમી થશે નહીં. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube