પાણીપુરી દેશમાં સૌથી પસંદગીના ફૂડમાંનું એક છે. જે સૌ કોઈને પસંદ આવે છે. પાણીપુરીનું નામ સાંભળતા જ કેટલાય લોકોના મોમાં પાણી આવી જતું હોય છે. જેને ખાવામાં સ્વાદ તો આવે જ છે, સાથે જ આપના સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે અમે આપને પાણીપુરી ખાવાના ફાયદા બતાવવા જઈ રહ્યા છીએ નુકસાન વિશે તો તમે જાણો જ છો ને....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઓછું કરવામાં મદદ મળે છે.
ડાયટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર 6 પાણીપુરી ખાવાથી આપનું વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેને ખાવાથી આપને ખૂબ કેલરી મળે છે અને આપનું પેટ લાંબ સમય સુધી ભરેલું રહે છે. તેનાથી આપ વધારે ખાવાનું ખાવાથી દૂર રહેશો. પાણી પુરી ખાવાની સાથે સાથે વર્કઆઉટ અને રોજ ફરવા પણ જઈ શકશો.


મોંના ચાંદા દૂર કરવામાં મદદ મળશે.......
જો આપ કોઈના મોમાં પડેલા ચાંદાને દૂર કરવા માગો છો, તો પાણીપુરી ખૂબ કામમાં આવશે. કેમ કે, પાણી પુરીના પાણીમાં આવતા જલઝીરામાં તીખાશ અને ફુદીના અથવા ખટાશથી ચાંદા દૂર કરવામાં મદદ મળશે. જો કે, તેને વધારે માત્રામાં ખાવી જોઈએ નહીં.


એસિડિટી દૂર કરે છે
પાણીપુરી ખાવાથી મળતા ફાયદામાં એસિડિટી પણ છે. જેનાથી છૂટકારો મેળવી શકાય છે. પાણીપુરીની સાથે જલઝીરામાં ફુદીના, કાચ્ચી કેરી, મીઠુ, પિસાયેલું જીરુ અને સાધારણ મીઠાનું મિશ્રણ હોય છે. આ તમામ મિશ્રણ લેવાથી થોડા સમયમાં જ એસિડિટીથી છૂટકારો મળી જાય છે.


ચહેરા પર માસ્ક લગાવવાથી ખરેખર CO2નું સ્તર વધે છે ? જાણો શું છે સચ્ચાઈ


Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો


સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો


નોર્મલ મીઠાની જગ્યાએ આપ બ્લેક સોલ્ટ પણ ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી ગેસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત તે આપના મૂડને પણ રિફ્રેશ કરવામાં મદદ કરશે. ગરમીના દિવસો બાદ મોટા ભાગે લોકો ખૂબ પરેશાન રહે છે. આ દરમિયાન ચિડીયાપણું અને વધારે પાણી પિવાની ઈચ્છા થતી હોય છે. જો આપ ઘરમાં બનેલી પાણીપુરી ખાશો તો આપને એકદમ રિફ્રેશ અનુભવશો.


આ ફાયદા પણ થશે......
પાણીપુરીના પાણીમાં ફુદીના, જીરું અને હીંગ ભેળવેલી હોય છે. તેનાથી પાચનમાં મદદ મળશે. તો વળી ધાણાના પાનનો ઉપયોગ કરવાથી આપને સોજો ઓછો કરવામાં મદદ મળશે. હીંગ પીરિયડ્સ દરમિયાન રાહત આપશે. જીરું પાચનમાં મદદ કરશે અને મોંની દુર્ગંધ દૂર કરશે. ફુદીના અથવા ફુદીનાના પાન એન્ટીઓક્સિડેંટથી ભરેલા હોય છે. દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.


નુકસાન
પાણીપુરી ખાવાના જેટલા ફાયદા છે, તેટલા નુકસાન પણ છે. વધારે પડતી પાણીપુરી ખાવાથી ડાયરિયા, ડિહાઈડ્રેશન, ઉલ્ટી, ઝાડા, કોલેરા, અલ્સર, પાચન ક્રિયામાં ગરબડ, પેટમાં દુખાવો, આંતરડામાં સોજો જેવી સમસ્યા આવી શકે છે.  હકીકતમાં જોઈએ તો, પાણીપુરીના પાણીમાં વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. આ ઉપરાંત પાણીપુરી તળવામાં ઘણીવાર એકનું એક તેલ ઉપયોગ થતું હોવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube