વાળમાં રિબોન્ડિંગ કરાવ્યા પછી આ ભુલ કરશો તો એટલો થશે Hair fall કે પડી જશે ટાલ
Hair Care : યુવતીઓની ફરિયાદ હોય છે કે વાળમાં ટ્રીટમેન્ટ કરાવ્યા પછી વાળ ખરવા લાગે છે. પરંતુ આવું થવા પાછળ કેટલીક ભુલ જવાબદાર હોય છે. આ વાતનું ધ્યાન ન રાખવાથી ટ્રીટમેન્ટની આડઅસર થઈ શકે છે.
Hair Care : વાળને સુંદર બનાવવા માટે ઘણી બધી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો તેઓ પોતાના વાળને સુંદર બનાવવા માટે રીબોડીગ ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. જોકે આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી જ હોય છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે તો વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે અને વાળ ખરાબ પણ થઈ જાય છે. રીબોર્ડિંગ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી વાળ સેન્સિટીવ થઈ જાય છે તેવામાં કેટલીક ભૂલ કરવી તમને ભારી પડી શકે છે. રેકોર્ડિંગ કરાવ્યા પછી જો તમે આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારા વાળ ખરવા લાગશે અને સાઈડ ઈફેક્ટ થવા લાગશે.
રીબોર્ડિંગ કરાવ્યા પછી ન કરવી આ ભૂલ
આ પણ વાંચો :
રસોડામાં રોજ વપરાતી આ વસ્તુ સફેદ થયેલા વાળને પણ કરશે કાળા
આ ઘરગથ્થુ ઉપાય તુરંત દુર કરે છે ચહેરાના ડાઘ, Kiara Advani ની જેમ ચમકી જશે ચહેરો
વાળમાં રિપોર્ટિંગ કરાવ્યા પછી ત્રણ દિવસ સુધી વાળને પાણી અડાડવું જોઈએ નહીં. જો તમે વાળને ત્રણ દિવસ સુધી પાણીથી બચાવશો નહીં તો વાળ ફરીથી કરેલી થવા લાગશે અને તમારી ટ્રીટમેન્ટ ખરાબ થઈ જશે. આ સિવાય વાળને કાનની પાછળ રાખવા કે ક્લિપ લગાડવાનું પણ ટાળવું જોઈએ.
તડકાથી વાળને બચાવો
રીબોર્ડિંગ કરાવ્યા પછી વાળ ખૂબ જ સનસીટીવ થઈ જાય છે તેવામાં સુરજ નો તડકો જો વાળ ઉપર પડે તો તેને નુકસાન થાય છે. તેથી રિબોડીંગ કરાવ્યા પછી વાળને તડકાથી બચાવવા જોઈએ બહાર નીકળો ત્યારે વાળ ઉપર સીરમ લગાડવાનું ભૂલવું નહીં.
આ પણ વાંચો :
હેર ટ્રાન્સપ્લાન્ટ માટે વિચારી રહ્યાં છો તો સ્ટોરી વાંચી લેજો, નહીં તો થશે પસ્તાવો
શું તમે પણ રોજ ખાવ છો પૌંઆ ? તો ચેતી જાઓ કારણ કે...
વાળને ગરમ પાણીથી ન ધોવા
વાળમાં રી બોડીંગ કરાવ્યું હોય તો જ્યારે પણ વાળ ધોવો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં. વાળની જાળવણી કરવી હોય તો હૂંફાળા કે ગરમ પાણીથી વાળ ધોવા નહીં. હંમેશા ઠંડા પાણીથી જ વાળ ધોવાનું રાખો. જો તમે ગરમ પાણીથી વાળ ધોશો તો વાળ છટ થવા લાગશે અને ખરવા પણ લાગશે.