સૌથી પહેલા આપણે શ્રીલંકાને લઈને એવા સમાચાર સાંભળ્યા હતા કે આ દેશ પર્યટકોને ફ્રી વિઝા આપે છે. પછી થાઈલેન્ડે પણ આ શુભ સમાચાર આપ્યા હતા. થાઈલેન્ડમાં પણ તમે મે 2024 સુધી ફ્રી વિઝા સાથે હરી ફરી શકો છો. પરંતુ હવે વધુ એક દેશ આ યાદીમાં આવી ગયો છે. આ એવો દેશ છે જે ભારતીયો માટે ખાસ કરીને ગુજરાતીઓ માટે અને કપલ માટે હોટ ફેવરિટ દેશ હાલ બન્યો છે. ભારતીયોને સસ્તો પણ પડે છે અને પોતાના આકર્ષણોથી બધાને આકર્ષિત પણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશ છે વિયેતનામ...અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ વિયેતનામની સ્થાનિક સમાચાર એજન્સી વીએમ એક્સપ્રેસના જણાવ્યાં મુજબ વિયેતનામના સંસ્કૃતિ, ખેલ અને પર્યટન મંત્રી ગુયેમ વાન હંગે પર્યટનમાં સુધારો લાવવા માટે ભારત અને ચીનના લોકોને શોર્ટ ટર્મ વિઝા છૂટ આપવાની ઓફર મૂકી છે. આ વિશે તમામ જાણકારી જાણો. 


આ દેશોને અપાઈ છે છૂટ
હાલ વિયેતનામમાં ફક્ત જર્મની, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડના નાગરિકો જ વિઝા વગર એન્ટ્રી લઈ શકે છે. વિયેતનામમાં વિઝાની છૂટ 13 દેશોના નાગરિકો માટે રોકાવાના સમયમાં ત્રણ ગણો વિસ્તાર જોવા મળ્યો, જેને હે 45 દિવસ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો. 


થાઈલેન્ડ-શ્રીલંકામાં શરૂ થઈ ગઈ છે છૂટ
ભારતીયો માટે ગત મહિનો સારો રહ્યો. થાઈલેન્ડ અને શ્રીલંકા બંનેએ ભારતીય નાગરિકોને વિઝા છૂટ આપી છે. થાઈલે્ડે આ 10 નવેમ્બરથી  ભારતીય પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાતને ખતમ કરી છે. આ છૂટ સાથે ભારતીય પ્રવાસીઓને 13 દિવસ સુધી રહેવાની મંજૂરી મળી છે અને આગામી વર્ષ 10 મે સુધી આ સુવિધાનો તમે લાભ ઉઠાવી શકો છો. થાઈલેન્ડની સરકારે એમ પણ કહ્યું કે જો આગળ માંગ વધશે તો યોજનાને લંબાવવામાં આવશે. 


શ્રીલંકામાં પણ વિઝા વગર જઈ શકો
આ વર્ષ ઓક્ટોબરમાં શ્રીલંકાએ પણ એક પાઈલટ પ્રોજેક્ટ તરીકે ભારત, ચીન અને રશિયા સહિત સાત દેશો માટે વિઝા ફ્રી એન્ટ્રીની શરૂઆત કરી છે. આ પહેલ 31 માર્ચ 2024 સુધી પ્રભાવી રહેશે. તેનો અર્થ એ થયો કે આ સમયગાળા સુધી ભારતીય મુસાફરો વિઝા વગર શ્રીલંકા ફરી શકે છે. 


વિયેતનામ માટે એરલાઈન
ભારતથી વિયેતનામ જવા માટે સૌથી સરળ રીતે છે ફ્લાઈટ. અહીં તમને એના વિકલ્પ જણાવીશું. તમે તે પ્રમાણે પ્લાનિંગ કરી શકો છો. 


વિયેતનામ એરલાઈન્સ- આ વિયેતનામની નેશનલ કેરિયર છે અને દિલ્હીથી હનોઈ અને હોચી મિન્હ સિટી માટે રોજ ઉડાણ સંચાલિત કરે છે. 


એર એશિયા- આ બજેટ એરલાઈન દિલ્હી, મુંબઈ અને કોલકાતાથી હનોઈ અને હો ચી મિન્હ સિટી માટે ઉડાણ સંચાલિત કરે છે. 


થાઈ એરવેઝ- આ એરલાઈન દિલ્હી અને મુંબઈથી હનોઈ અનો હો ચી મિન્હ સિટી માટે ઉડાણ સંચાલિત કરે છે, જે બેંગકોકમાં રોકાય છે. 


સિંગાપુર એરલાઈન્સ- આ એરલાઈન દિલ્હી અને મુંબઈથી હનોઈ અને હો ચી મિન્હ સિટી માટે ઉડાણ સંચાલિત કરે છે, જે સિંગાપુરમાં રોકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube