આજકાલ લોકોને ચાઈનીઝ ફૂડ ખાવું ખુબ ગમતું હોય છે. ચાઉમીન, મંચુરિયનથી લઈને ફ્રાઈડ રાઈસ સુધીની વાનગીઓ લોકોની થાળીમાં તમને જોવા મળી જશે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગના ચાઈનીઝ ફૂડમાં એક એવી વસ્તુ ઉપયોગમાં લેવાય છે જે સ્વાસ્થ્ય માટે કોઈ ઝેરથી કમ નથી. રોજ તેનું સેવન કરવામાં આવે તો ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં અમે જેની વાત કરી રહ્યા છે તે છે અજીનોમોટો. તેનો ઉપયોગ મોટાભાગે ચાઈનીઝ ફૂડમાં સ્વાદ વધારવા માટે થતો હોય છે. અત્રે જણાવવાનું કે અજીનોમોટોને મોનોસોડિયમ ગ્લુમેટ (MSG) પણ કહે છે અને તે એક પ્રકારનું સફેદ રંગનું જ મીઠું હોય છે. અજીનોમોટોથી શરીરને શું નુકસાન થઈ શકે તે ખાસ જાણો....


માઈગ્રેનની સમસ્યા
અજીનોમોટો જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેમાં રહેલા સોડિયમથી શરીરમાં ડિહાઈડ્રે્શન થાય છે અને ડિહાઈડ્રેશનના કારણે થાક, નબળાઈ, અને માથાના દુખાવા જેવી સમસ્યા થાય છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં ખાવાથી બ્લડપ્રેશરમાં ઉતાર ચડાવ આવી શકે છે. તેનાથી માઈગ્રેન કે માથાના દુખાવાની સમસ્યા વધે છે. આ ઉપરાંત અજીનોમોટો ન્યૂરોટ્રાન્સમીટર્સના સ્તર અને કાર્યોને ખલેલ પહોંચાડે છે તથા તેમના રિસેપ્ટર્સને પ્રભાવિત કરવાનું કામ કરે છે. જેના કારણે મૂડ, ઊંઘ, ભૂખ અને અન્ય કાર્યો પર વિપરિત અસર પડે છે. 


વજન વધવાની સમસ્યા
અજીનોમોટોમાં સોડિયમ હોય છે અને તે પાણીને રોકીને શરીરમાં ફ્લૂઈડ રિટેન્શનને વધારે છે. તેના કારણે વજન વધવાની સમસ્યા વધે છે. આ ઉપરાંત તે  ભૂખને ટ્રિગર કરે છે જેનાથી ઓવરઈટિંગ થઈ શકે છે. આવામાં કેલેરીનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે. 


સ્નાયુઓમાં દુખાવો
આ ઉપરાંત વધુ સોડિયમના કારણે સાંધામાં અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. એટલું જ નહીં કેટલાક લોકોને અજીનોમોટોના સેવનથી પેટમાં બળતરા, એસિડિટી, કે એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ પણ થાય છે. 


ગર્ભાવસ્થામાં નુકસાનકારક
હેલ્થ એક્સપર્ટ્સ ગર્ભાવસ્થા દરમિયાન સોડિયમ ઓછું ખાવાની સલાહ આપે છે. કારણ કે વધુ પડતા સોડિયમથી સોજા, હાઈ બ્લ્ડ પ્રેશર અને અન્ય પરેશાનીઓ થઈ શકે છે. આ સિવાય અજીનોમોટો બાળકના દિમાગના વિકાસને પણ પ્રભાવિત કરે છે અને તે ગર્ભપાત, ગર્ભાશયમાં વૃદ્ધિ અટકાવવા જેવી સમસ્યાઓનું જોખમ વધારે છે. આથી ગર્ભવતી મહિલાઓએ ચાઈનીઝ ભોજનથી અંતર જાળવવું જોઈએ. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)