Alcohol And Smoking Combination : આજકાલના યુવાનો માટે દારૂ અને સિગારેટ એક ટ્રેન્ડ બની રહ્યો છે. કોઈપણ પાર્ટી આ બંને વસ્તુ વગર અધૂરી માનવામાં આવે છે. દારૂ અને સિગારેટ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્મોકિંગથી જ્યાં ફેફસાના કેન્સર, હાર્ટની બીમારી, સ્ટ્રોક, સીઓપીડી અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. તો દારૂ પીવાથી મોઢા, ગળા અને સ્તન કેન્સર, સ્ટ્રોક, બ્રેન ડેમેજ અને હાર્ટના રોગનો ખતરો વધે છે. પરંતુ બંનેનું કોમ્બિનેશન વધુ ખતરનાક છે. આવો જાણીએ આલ્કોહોલ અને સ્મોકિંગનું કોમ્બિનેશન સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવલેણ છે સિગારેટ-દારૂનું કોમ્બિનેશન
1. હૃદયના ગંભીર રોગોનું જોખમ 

દારૂ પીવા અને સિગારેટનો ધૂમાડો ઉડાળવાથી હ્યદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ખુબ વધી જાય છે. ધૂમ્રપાનથી એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ધમનીઓનું સંકુચિત થવાની સમસ્યા થઈ શકે છે. તો વધુ દારૂ પીવાથી કાર્ડિયોમાયોપૈથી, હાઈ બ્લડ પ્રેશર અને હ્યદયના અનિયમિત ધબકારા જેવી સમસ્યા થઈ શકે છે. આ કારણે અન્ય ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. 


આ પણ વાંચોઃ આ 4 આદતો જે તમારા શરીરને અંદરથી બનાવી દેશે હાડપિંજર


2. લિવર પર ખતરનાક પ્રભાવ
દારૂ પીવાથી લિવરને નુકસાન થઈ શકે છે અને સિગારેટ તેને વધુ ગંભીર બનાવી શકે છે. જો બંનેનું સેવન એક સાથે કરવામાં આવે તો લીવર સાથે જોડાયેલી ગંભીર બીમારીઓ પેદા થઈ શકે છે. તેનાથી લીવરને ખુદને ઠીક કરવામાં પણ મુશ્કેલી થાય છે. 


3. કેન્સરનો વધશે ખતરો
દારૂ અને ધૂમ્રપાન બંને અલગ-અલગ પ્રકારના કેન્સરને પેદા કરી શકે છે. તેનાથી જોખમ વધી જાય છે. બંનેનું એક સાથે સેવન કરવાથી મોઢું, ગળું અને અન્નનળી સાથે જોડાયેલી ગંભીર અને ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Tomato Mask: વાળને કાળા બનાવશે ટમાટર માસ્ક, આ રીતે કરો ઉપયોગ


4. આદતથી પેદા થશે સમસ્યાઓ
દારૂ અને તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે સારૂ નથી. બંનેની લત મગજ પર અસર કરે છે. એકવાર બંનેની લત લાગી ગયા બાદ તેમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. તેનાથી ઘણી બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે. એટલે આ બંને વસ્તુથી દૂર રહેવું જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube