Alia Bhatt Fitness Secret: આલિયા ભટ્ટે જણાવ્યું ફિટનેસ સીક્રેટ, હેલ્થ અને બ્યુટી માટે રોજ ખાય છે આ સલાડ, તમે પણ કરી શકો છો ટ્રાય
Alia Bhatt Fitness Secret: બોલીવુડની સુંદર અભિનેત્રીઓ તેમની ફિટનેસ અને સ્કીનને લઈ ખૂબ જ સભાન હોય છે. ફિટનેસ અને સુંદરતા જાળવી રાખવા માટે તેઓ ખાસ ડાયટ પણ ફોલો કરે છે. દરેક અભિનેત્રીનું ખાસ બ્યુટી સીક્રેટ હોય છે. આજે તમને આલિયા ભટ્ટની ફિટનેસ અને બ્યુટી પાછળનું સીક્રેટ જણાવીએ.
Alia Bhatt Fitness Secret: બોલીવુડની સુંદર અભિનેત્રીઓ તેમની ફિટનેસ અને સ્કીનને લઈ ખૂબ જ સભાન હોય છે. ફિટનેસ અને સુંદરતા જાળવી રાખવા માટે તેઓ ખાસ ડાયટ પણ ફોલો કરે છે. દરેક અભિનેત્રીનું ખાસ બ્યુટી સીક્રેટ હોય છે. આજે તમને આલિયા ભટ્ટની ફિટનેસ અને બ્યુટી પાછળનું સીક્રેટ જણાવીએ. પોતાના બ્યુટી સીક્રેટનો ખુલાસો આલિયાએ એક વીડિયો શેર કરી કર્યો હતો. આલિયા પોતાની સુંદરતા અને ફિટનેસ માટે બીટરુટ સેલેડ ખાવાનું પસંદ કરે છે. તે રોજ આ સલાડ ખાય છે. આજે તમને પણ જણાવીએ કે આ સલાડ કેવી રીતે બનાવવું.
આ પણ વાંચો:
માથાના વાળ હેર બ્રશ અને જમીન પર વધારે જોવા મળે છે? તો આ 2 દેશી ઉપાય છે તમારા માટે
Nita Ambani handbag cost: નીતા અંબાણીના પર્સની કિંમતમાં ખરીદી શકો છો આલીશાન બંગલો...
Lifestyle: આ દેશમાં સ્થાયી થશો તો સરકાર તમને આપશે 71 લાખ, બસ આ એક શરત કરો પુરી
બીટરૂટ સલાડ ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં તેનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે. બીટ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે તેથી આ સલાડ ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે.
બીટરૂટ સલાડ બનાવવાની સામગ્રી
બાફીને છીણેલું બીટ -1
દહીં - 1 કપ
કાળા મરી - જરૂર અનુસાર
ચાટમસાલો
કોથમીર
તેલ- 1/4 ચમચી
રાઈ - 1 ચમચી
જીરું - અડધી ચમચી
હિંગ - ચપટી
લીમડાના પાન
મીઠું - સ્વાદ અનુસાર
કેવી રીતે બનાવવું બીટરુટ સલાડ
સૌથી પહેલા એક બાઉલમાં છીણેલું બીટ લો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં મરી પાવડર, ચાટ મસાલો, મીઠું, કોથમીર ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર મીક્સ કરો. હવે તેમાં વધાર કરવા માટે થોડું તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને હીંગ ઉમેરી વધાર તૈયાર કરી બીટના સલાડમાં ઉમેરો. બધી વસ્તુને બરાબર મિક્સ કરી ઉપયોગમાં લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)