Almond Peel: બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને જરૂરી પોષણ મળે છે. ઘણા લોકો રોજ સવારે પલાળેલી બદામ ખાતા હોય છે. સવારે બદામ ખાવાથી પાચન અને મગજ બંનેને ફાયદો થાય છે. બદામ પલાળીને ખાતા લોકો તેની છાલ ઉતારીને ફેંકી દેતા હોય છે. પરંતુ બદામની છાલને ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરી શકાય છે. બદામની છાલમાં પણ પોષકતત્વો હોય છે. તે શરીર, ત્વચા અને વાળને ફાયદો થાય છે. આજે તમને જણાવીએ બદામની છાલનો ઉપયોગ 3 રીતે કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જ


વાળ માટે માસ્ક


બદામના પોષકતત્વો બદામની છાલમાં પણ હોય છે. તેમાં વિટામિન ઈ હોય છે જે વાળને ફાયદો કરે છે. તેનાથી તમે હેર માસ્ક બનાવી શકો છો. બદામની છાલની પેસ્ટ બનાવી તેમાં 1 ઈંડુ, 1 ચમચી નાળિયેર તેલ અને 2 ચમચી એલાવેરા જેલ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 30 મિનિટ વાળમાં લગાવો. 


આ પણ વાંચો: Cleaning Tips: 5 મિનિટમાં શર્ટના કોલરનો મેલ થઈ જશે સાફ, અજમાવો આ ટ્રીક્સ


ફેસ પેક


બદામની છાલનો ફેસ પેક બનાવવા માટે તેની પેસ્ટ બનાવી તેમા ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર 10થી 15 મિનિટ લગાવો. આ મિશ્રણમાં તમે દહીં અને ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો. તેનાથી ચહેરાની ડેડ સ્કિન દુર થાય છે. 


આ પણ વાંચો: Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે


ગાર્ડનિંગમાં 


બદામની છાલનો ઉપયોગ ગાર્ડનિંગમાં કરી શકાય છે. ઘરના માટીના કુંડામાં છોડમાં બદામની છાલ ઉમેરી દેવાથી તે ખાતરનું કામ કરે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)