Aloe Vera benefits: આજના સમયમાં લોકોને પોતાના વાળ પ્રત્ય ખાસ લગાવ હોય છે. વાળ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. એટલા માટે લોકો પોતાના વાળ પ્રત્ય ખુબ જ કાળજી રાખતા હોય છે. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે લાંબા વાળ કરવા હોય તો તેના માટે એલોવેરા વરદાન રૂપ છે. પરંતુ તેને લગાવવાની સાચી રીતે તમને ખબર હોવી જોઈએ.જો તમને એલોવેરાનો ઉપયોગ ખબર છે તો તમારા વાળનો જબરદસ્ત ગ્રોથ થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rules Change: FASTag, ક્રેડિટકાર્ડથી માંડીને PF સુધી, 1 એપ્રિલથી બદલાઇ જશે આ 7 નિયમો


એલોવેરા વિટામિન્સ સહિતા તત્વોથી ભરપૂર હોય છે. એલોવેરા વાળને તૂટતા અટકાવે છે સાથે જ વાળને વધુ મજબૂત અને લાંબા પણ કરે છે. એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે. જેથી એલોવેરા લગાવવાથી માથા પરની ચામડીમાંથી તે મૃત કોષોને દૂર કરે છે. જેથી વાળના વિકાસને વધુ વેગ મળે છે. સાથે ખોડો દૂર કરી માથાની ખંજવાળમાંથી પણ મૂક્તિ આપે છે.


હોળી રમ્યા બાદ ચહેરા પર લગાવી લો આ 2 પાંદડાનો અર્ક, નહી આવે ખંજવાળ અને દાણા!


આવી રીતે એલોવેરાનો કરવો ઉપયોગ
વાળની સુરક્ષા સાથે મજબૂતાઈ માટે એલોવેરા ખૂબ ઉપયોગી છે. જેથી એલોવેરાનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે. સૌથી પહેલાં તમારે એલોવેરાના પાનને તોડીને સાચી રીતે કાપવા જોઈએ. જેની તમે સિધા જ માથામાં ઘસી શકો છે. જ્યારે તમે એલોવેરાના પલ્પને અલગ કાઢી એક વાસણમાં ભેગું કરી શકો છો. જેને તમે હાથ વડે માથામાં લગાવી શકો છો.


ભૂલી જાવ ગાભા જેવા જૂના કપડાં, આ સ્ટાલિશ કપડાં પહેરશો તો બધા પાછળ દોડશે ગુલાલ લગાવવા


વાળનું સુરક્ષા કવચ છે એલોવેરા
વાળની સુરક્ષા કરવી હોય તો સૌથી કારગત સાબિત થાય છે એલોવેરા. તમારે સૌથી પહેલા તો એક બાઉલમાં એલોવેરા પલ્પ અથવા એલોવેરા જેલ લેવી જોઈએ. જેને મધ, એક ઈંડું, મેથના દાણા અને જોજોબા તેલ સાથે મિકસ કરવાનું રહેશે. આ મિશ્રણને વાળમાં લગભગ અડધાથી એક કલાક સુધી લગાવી રાખવાનું હોય છે. અને ત્યાર બાદ શેમ્પુથી માથું ધોવું જોઈએ. આ પદ્ધતિ તમારા વાળની સુરક્ષા માટે માસ્કનું કામ કરશે.


Holi 2024: હોળી રમતાં પહેલાં સ્કીન કેર માટે કરો આ કામ, ચહેરો નહી થાય ખરાબ
ભૂલી જાવ ગાભા જેવા જૂના કપડાં, આ સ્ટાલિશ કપડાં પહેરશો તો બધા પાછળ દોડશે ગુલાલ લગાવવા


એલોવેરા અને આદુથી કરો વાળનો વિકાસ
વાળ વધારવા માટે એલોવેરા અને આદુનો ઉપયોગ કરીને હેર ટોનર બનાવી શકાય છે. આદુના ઔષધીય ગુણોની વાળ પર સારી અસર થશે. આદુમાં રહેલી બળતરા વિરોધી ગુણ વાળના વિકાસ માટે ફાયદા કારક રહેશે. જેના ઉપયો માટે તમારે અડધો કપ એલોવેરામાં તાજા આદુનો રસ મિક્સ કરો. જેને બ્લેન્ડરની મદદથી પીસી લેવું જોઈએ. પીસ્યા બાદ તેને સ્પ્રે બોટલમાં ભરી લેવું જોઈએ. આ સ્પ્રે વાળમાં છાંટ્યા બાદ તેને 20 મિનિટ સુધી રાખવું જોઈએ. જે બાદ માથું ધોવાથી તમારા વાળનો અલગ જ અંદાજ જોવા મળશે.


Lemon Black Tea છે કિડનીની દુશ્મન, જોજો..ક્યાંક ફાયદાના ચક્કરમાં થઇ ન જાય નુકસાન
આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો


એલોવેરા અને આમળાની જોડીની કમાલ
એલોવેરા સાથે આમળા વાળ માટે કેટલા ફાયદાકારણ છે તે સૌ કોઈ જાણે છે. વાળને લાંબા, જાડા અને સુંદર બનાવવા માટે આમળાનો ઉપયોગ કરી શકાય છે. આમળાને લગાવવા માટે એક બાઉલમાં એલોવેરા જેલ લો અને તેમાં આમળાનો રસ નાખો. 15થી 20 મિનિટ સુધી વાળમાં રાખ્યા બાદ માથું ધોઈ લેવું જોઈએ. આનો દરરોજ ઉપયોગ કરવાથી થોડા દિવસમાં તેની અસર પણ દેખાવા લાગશે.


આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો