Home Remedies For Damage Hair: મોટા ભાગના લોકો વાળ સંબંધિત કેટલીક સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હોય છે. આ સમસ્યાઓમાં ખરતા વાળ, ડ્રાય હેર અને વાળમાં ખોડો સૌથી સામાન્ય ફરિયાદ હોય છે. આ સમસ્યાઓ હાઇડ્રેશન અને મોસ્ચ્યુરાઈઝેશનની ખામીના કારણે સર્જાય છે. ડ્રાય થયેલા વાળમાં કુદરતી ચમક પાછી લાવવા માટે તમે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. વાળને સિલ્કી બનાવવા માટે એલોવેરાનો ઉપયોગ કરવાથી ઝડપથી લાભ થાય છે. વાળની સિલ્કી બનાવવા માટે એલોવેરા નો તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઘરે આ રીતે બનાવો ફેસવોશ, ડાઘ-ધબ્બા અને આંખ નીચેના ડાર્ક સર્કલ થઈ જશે ગાયબ


જાણો ભારતમાં કયા કયા પ્રકારની મળે છે કેરીઓ અને કેવી રીતે પડ્યા તેના નામ


ગરમીની આ સીઝનમાં બનાવો 3 નવી રીતે લીંબુ પાણી, દાઢે વળગી જશે સ્વાદ


એલોવેરામાં એવા ઘણા બધા ગુણ હોય છે જે વાળની કુદરતી ચમક પાછી લાવે છે. એલોવેરામાં જે જેલ હોય છે તે વાળને હાઇડ્રેશન આપવાનું કામ કરે છે. આ ઉપરાંત એલોવેરામાં એવા એન્જાઈન હોય છે જે વાળને મોસ્ચ્યુરાઈઝ કરે છે અને તેની ચમક પરત લાવે છે. 


વાળને સિલ્કી બનાવવા માટે તમે એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પ પર લગાવી શકો છો. જો તમારા વાળ ખૂબ જ ડ્રાય થઈ ગયા હોય અને ખરતા હોય તો તેના માટે એલોવેરા જેલમાં એરંડિયાનું થોડું તેલ ઉમેરી તેના વડે સ્કેલ્પ પર માલિશ કરો. લગભગ 30 મિનીટ સુધી આ જેલને માથામાં રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરો.


એલોવેરામાં રહેલા સક્રિય તત્વો વાળને મજબૂત બનાવે છે અને ખરતા વાળ અટકાવે છે. એલોવેરામાં ફેટી એસિડ અને એમિનો એસિડ હોય છે સાથે જ તે વિટામિન ઈથી ભરપૂર હોય છે તેને લગાડવાથી વાળનું ગ્રોથ પણ વધે છે અને ખરતા વાળ અટકાવવામાં મદદ મળે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)