ફેસ્ટિવ સીઝનની સાથે જ ધીરે ધીરે ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે. જો તમને ગુલાબી ઠંડીની મજા માણવી ગમતી હોય તો આવામાં નવેમ્બર મહિનો ફરવા માટે બેસ્ટ ગણાય છે. નવેમ્બર મહિનામાં અનેક તહેવારો પણ આવે છે જેના કારણે તમને દરેક જગ્યાનું કલ્ચર પણ જોવા મળશે. આજે અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે નવેમ્બરમાં ફરવા માટે જઈ શકો છો. જાણો ગુજરાતનું કયું સ્થળ છે આ યાદીમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતપુર, રાજસ્થાન
કેવલાદેવ નેશનલ પાર્ક, જેને ભરતપુર બર્ડ સેન્ચ્યુરીના નામથી ઓળખવામાં આવે છે, તે પક્ષી પ્રેમીઓ માટે એક પરફેક્ટ જગ્યા છે. અહીં પક્ષીઓની લગભગ 370 પ્રજાતિઓ છે અને નવેમ્બર મહિનો આવતા સુધીમાં તો અનેક પ્રવાસી પક્ષીઓ જેમ કે પેલિકન, ગીઝ, બાજ અને બ્લ્યૂ ટેલ્ડ બી ઈટર તથા ગાર્ગેની ઠંડીની સીઝનમાં ત્યાં આવે છે. અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, ચીન અને સાઈબેરિયાથી મોટી સંખ્યામાં પાણીજન્ય પક્ષીઓ પણ અહીં જોવા મળે છે જે ઠંડીની ઋતુમાં આવે છે. 



ગોવા
દર વર્ષે ગોવામાં એશિયાનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટીવલ યોજાય છે. આ ફેસ્ટિવલમાં પ્રસિદ્ધ કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, આલોચકોની મેજબાનીની સાથે સાથે દુનિયાભરની ફિલ્મો દેખાડવામાં આવે છે. નવેમ્બર મહિનામાં ગોવાનું હવામાન પણ ખુબ મસ્ત હોય છે. 



કચ્છનું રણ
ઠંડીની ઋતુમાં કચ્છના રણની સફેદ રેતી ખુબ મેજિકલ લાગે છે. ગુજરાતનું ક્યારેય ખતમ ન થનારું મીઠાનું રણ ઠંડીની ઋતુમાં પોતાની સુંદરતા માટે ખુબ પ્રસિદ્ધ છે. આ સાથે જ અહીં દર નવેમ્બર મહિનામાં રણોત્સવ પણ યોજાય છે. જેને જોવા માટે વિદેશથી લોકો આવે છે. આ દરમિયાન અહીંની અલગ જ સુંદરતા જોવા મળતી હોય છે. 



અમૃતસર, પંજાબ
અમૃતસરમાં ગુરુ પર્વનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવાય છે. આ દરમિયાન અહીંના વિખ્યાત સુવર્ણ મંદિરને ખુબ સજાવવામાં આવે છે. શહેરની સુંદરતા પણ ચરમસીમાએ હોય છે. ગુરુ પર્વના અવસરે અહીં ઠેર ઠેર લંગરનું આયોજન થાય છે. આ સાથે જ કિર્તન અને કથા પણ થાય છે. 



શિલોંગ, મેઘાલય
અહીં દર વર્ષે નવેમ્બરમાં શિલોંગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ દરમિયાન અહીં પરફોર્મ કરવા માટે અનેક મોટા આર્ટિસ્ટ આવે છે. જો તમે પણ અહીંના કલ્ચર, ખાણીપીણી, આર્ટ અને મ્યૂઝિક વિશે જાણવામાં રસ ધરાવતા હોવ તો આ સમય બિલકુલ પરફેક્ટ છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube